GUJARAT

શિનોર પોલીસે આધેડ મહિલનાં મૃતદેહ મળી આવવાના મામલે પોલીસે 4 ઈસમોની ધરપકડ કરી આગળ ની તજવીજ હાથ ધરી

ફૈઝ ખત્રી...શિનોર. વડોદરા જિલ્લાના શિનોર મુકામે નૌકા તાલીમ કેન્દ્ર ખાતે રહેતા વિદ્યાબેન વસાવા ગત તારીખ 31 ઓગસ્ટ ના રોજ ગુમ થયા હતા.જે અંગેની તેમની દીકરી દ્વારા ગત તારીખ 4 સપ્ટેમ્બર ના રોજ શિનોર પોલીસ સ્ટેશનમાં વિદ્યાબેન વસાવા ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.આ દરમિયાન ગત તારીખ 4 સપ્ટેમ્બર ના રોજ નૌકા તાલીમ કેન્દ્ર નજીક આવેલા ઝાડી ઝાંખરામાંથી નગ્ન હાલતમાં ઝાડ સાથે બાંધેલી હાલતમાં વિદ્યાબેન વસાવાનો ડીકંપોસ્ટ થયેલ મૃતદેહ મળી આવ્યો હતો.જે બાદ વિદ્યાબેન વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.જેમાં ગળાના ભાગે ફાંસો અપાયાથી મુત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.આ ગુનાના કામે SOG,LCB અને શિનોર પોલીસ દ્વારા આગળ. ની તજવીજ હાથ ધરવામાં આવી છે.ત્યારે આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓની પોલીસે આજે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં મૃતક વિદ્યાબેન વસાવાના દિયર કિરણ ની પણ આરોપી તરીકે સંડોવણી પોલીસ તપાસમાં બહાર આવી છે.ત્યારે ગણતરીના દિવસોમાં જ મૃતક વિદ્યાબેન વસાવાના મર્ડર કેસમાં સંડોવાયેલા 4 આરોપીની ધરપકડ કરી વડોદરા ગ્રામ્ય SOG,LCB અને શિનોર પોલીસની સમગ્ર ટીમની સરાહનીય કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી છે.

Back to top button
error: Content is protected !!