BANASKANTHAGUJARATPALANPUR
મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા અને મહાકાલ સેના બનાસકાંઠા ના દ્વારા સેફટી તાર લગાવ્યા

13 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આજ રોજ જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ તેમજ મહાકાલ સેના બનાસકાંઠા દ્વારા ઉતરાયણ ના પવિત્ર તહેવાર પર પતંગ ની દોરી બાઈક ચાલક ને વાગે નહિ તેમને જાગૃત કરવા આજ રોજ પાલનપુર કોજી મહારાણા પ્રતાપ ચોક ખાતે 200 થી વધારે સેફટી વાયર લગાવવામાં આવ્યા જેમા સીટી પોલીસ દ્વારા પણ સારો એવો સહયોગ આપ્યો તેમજ સમગ્ર ટીમ દ્વારા જનતા ને બેનર દ્વારા ચાઈનીઝ દોરી નો બહિષ્કાર તેમજ પક્ષીઓ ને ઇજા ના થાય તે બાબતે જાગૃત કરવા માં આવ્યા..



