DAHODGUJARAT

દાહોદમાં ‘બાપુ’ને યાદ કરાયા: સ્ટેશન રોડ પર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી અહિંસાના માર્ગે ચાલવાનો સંકલ્પ લેવાયો

તા.૩૧.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં ‘બાપુ’ને યાદ કરાયા: સ્ટેશન રોડ પર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી અહિંસાના માર્ગે ચાલવાનો સંકલ્પ લેવાયો

.​દાહોદમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશ તેમને નમન કરી રહ્યો છે, ત્યારે દાહોદ શહેરના સ્ટેશન રોડ પર આવેલા ગાંધી ગાર્ડનમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ગાંધીજીના વિચારો અને આઝાદીના સંગ્રામને યાદ કરી દાહોદવાસીઓનો આભાર માનવામાં આવ્યો હતો.”​દાહોદના સ્ટેશન રોડ પર આવેલ ગાંધી ગાર્ડન આજે ભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલમાં રંગાયું હતું. અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. બાપુની પ્રતિમાને પુષ્પહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!