
તા.૦૧.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં ૩૧મી ડિસેમ્બરને અનુલક્ષીને દાહોદ શહેરમાં રાત્રી દરમ્યાન સઘન ચેકીંગ, પેટ્રોલીંગ તેમજ કોમ્બીંગનું આયોજન દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ઉપસ્થિત
દાહોદ એ ડિવીઝન પોલીસ સ્ટેશન, બી ડિવીઝન પોલીસ સ્ટેશન તેમજ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં દાહોદ શહેર તેમજ તાલુકા વિસ્તારમાં રાત્રી દરમ્યાન વાહન ચેકીંગની સાથે સાથે, નશાની હાલતમાં લોકોને ઝડપી પાડવાની કામગીરી કરવામાં આવી. અને દાહોદ શહેર સહિત જિલ્લામાં ૩૧મી ડિસેમ્બરને અનુલક્ષીને પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.અને દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લાને અડીને આવેલ રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરો પર પણ પોલીસ દ્વારા સતત વાહન ચેકીંગ, કોમ્બીંગ તેમજ પેટ્રોલીંગની કામગીરી સતત ખડેપગે કરવામાં આવી રહી છે





