
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – લખપત કચ્છ.
• અબડાસા અને લખપતના ૮ ગામોમાં વિકાસલક્ષી કામોનો અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહજી જાડેજા તથા જિલ્લા કલેક્ટરશ્રી કચ્છ અમિત અરોરાના વરદ હસ્તે શુભારંભ
• મોટીબેર ખાતે બોક્સ પુલિયો તથા જાડવા ગામે સામાજિક સુવિધા કેન્દ્રનું ભૂમિપૂજન ધારાસભ્ય તથા જિલ્લા કલેક્ટર હસ્તે કરવામાં આવ્યું.
• હેલ્થ સર્જીકલ કેમ્પ હોથીયાય, રામ સરોવરનું રીનોવેશન રામવાડા, મોબાઈલ હેલ્થ આરોગ્ય વેનનું લોકાર્પણ.
• સામાજિક શેડ હોથીયાય, ગોલાય, પીપર, અકરી, નાનીબેર વગેરે ગામોમાં કામગીરી.
લખપત, 30 જાન્યુઆરી 2025: અબડાસા અને લખપતના ૮ ગામોમાં વિકાસલક્ષી કામોનો અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહજી જાડેજા તથા જિલ્લા કલેક્ટરશ્રી કચ્છ અમિત અરોરાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાયર્ક્રમમાં અદાણી સિમેન્ટના વિવેકકુમાર મિશ્રા અને અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ સહિત વિવિધ ગામનાં અગ્રણીઓ તથા અધિકારીઓ ઉપસ્થિતિમાં વિધિવત રીતે પાણી સંગ્રહ, જન આરોગ્ય અને સ્થાનિકો માટે સમાજ સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સામાજિક સુવિધા કેન્દ્ર જાડવા, હેલ્થ સર્જીકલ કેમ્પ હોથીયાય, બોક્સ પુલિયાનું બાંધકામ મોટીબેર, રામ સરોવરનું રીનોવેશન રામવાડા, મોબાઈલ હેલ્થ આરોગ્ય વેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, સાથે સામાજિક શેડ હોથીયાય, ગોલાય, પીપર, અકરી, નાનીબેર વગેરે ગામોમાં કામગીરી કરવા માટેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય પદ્યુમનસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે કંપની વિકાસલક્ષી કામો કરતી હોય ત્યારે આપણો અંગત સ્વાર્થ બાજુમાં રાખીને સહકાર આપીએ. આપણું આરોગ્ય, શિક્ષણ, ખેતી, પશુપાલન અને રોજગારીમાં સુધારો થાય તે માટે આપણા દેશી ઉપાયો સાથે જમાના સાથે તાલ મેળવવા થતાં સંશોધનોને પણ અપનાવીએ. આ વિસ્તારમાં પાણીસંગ્રહ, ખેતીમાં બંધપાળા, પશુપાલનમા આરોગ્ય માટેની સેવા, ઘાસચારા તથા જન આરોગ્ય માટેના કામોને ઉપાય દર્શાવીને સંવાદ કરેલ.વિકાસલક્ષી અને જન કલ્યાણના 8 કરતાં પણ વધુ કામો અબડાસા અને લખપતના ગામોમાં શરૂ કરવામાં આવ્યા હતા, મોટીબેર ખાતે બોક્સ પુલિયો તથા જાડવા ગામે સામાજિક સુવિધા કેન્દ્રનું ભૂમિપૂજન ધારાસભ્ય પદ્યુમનસિંહજી જાડેજા તથા જિલ્લા કલેક્ટરશ્રી કચ્છ અમિત અરોરાના વરદ હસ્તે કરી કામ શરૂ કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યુંહતું કે આ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, પાણી સંગ્રહ, પશુપાલન બાબતે જે અદાણી ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે તે સરાહનીય છે. સરકારના વહીવટી તંત્રની તમામ પ્રકારની મદદ મળી રહેશે. વધારેમાં વધારે લોકઉપયોગી કામો થાય તે માટે અગ્રતા આપવામાં આવે તેવી ભલામણ કરી હતી.લોકોની સુખાકારીમાં નોંધપાત્ર સુધારો, જીવનશૈલીમાં બદલાવ અને ગામડામાં સુવિધા વધે તે માટેના વિકાસલક્ષી કામોના આ પ્રસંગે શ્રી રામ મંદિર -રામવાડા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પરમ પૂજ્ય જનક્દાસ બાપુના આશિર્વાદ આપતા કહ્યું કે આ વંચિત વિસ્તારમાં લોકો, પ્રાણી, પક્ષીને ઉપયોગી કામો થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરું છું.કાર્યક્રમમાં પંક્તિબેન શાહે આ વિસ્તારમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા થયેલ કામો જેમાં આરોગ્ય, શિક્ષણ, પશુપાલન, પાણી સંગ્રહના કામો કાર્યરત છે અને સાથે થનાર કામોની વાત કરી હતી. જનકલ્યાણના કામો કરવા માટે લોકોનો જેટલો સહકાર મળશે તેટલા કામોમાં ઝડપી થશે એવી આશા વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં જયદીપસિંહજી જાડેજા-પ્રમુખશ્રી અબડાસા તાલુકા ભા.જ.પ., અનુભા જાડેજા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, કાદરશા બાવા ચરોપડી, વિવિધ ગામનાં સરપંચશ્રીઓ મોટીબેરના ઈસ્માઈલભાઈ કેર, રાજુભા જાડેજા-અકરી, માવજીભાઈ મહેશ્વરી -પીપર, હાજી હારુન, જેન્તિભાઈ ઠક્કર, રઘુભા જાડેજા, દિપસંગજી જાડેજા, છાદનાભાઈ પઢિયાર, મહાવીરસિંહજી જાડેજા, કાનજીભાઇ ગઢવી, ડુંગરભાઈ રબારી, ભોજાભાઈ રબારી, દિનેશદાદા- મડદપીર – લઠેડી, મામદભાઈ જત, સુલેમાનભાઈ જત, આમદભાઈ, સુરૂભા જાડેજા, નથુભાઇ રબારી, જગદીશસિંહજી જામ, પી.ડબલ્યુ.ડી. વિભાગમાંથી કરશનભાઇ ચૌધરી જુવાનસિંહજી જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય અલીભાઇ કેર સહિત ૨૫૦ થી વધારે ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી.




