JUNAGADH

જૂનાગઢમાં વધુ એક વખત નિયમોની એસીતેસી કરી હોકળા ઉપર ખડકાતા દબાણ : મહાનગરપાલિકાનું ભૈદી મૌન

જાગૃત નાગરિકે મુખ્યમંત્રી સહિતના જવાબદારોને આપી લેખિત ફરિયાદ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જાદુઈ વિકાસમાં સ્થાનિક રાજકારણીઓ અને અધિકારીઓનો સિંહ ફાળો છે જેમાં શહેરના અતિ વિકસિત ગણાતા એવા ઝાંઝરડા રોડ ઉપર આવેલ હરીઓમ નગર વિસ્તારમાં વોકળો હોવા છતાં બીલ્ડરને જૂનાગઢ મહાનગરપાલીકા તરફથી તથા જુનાગઢના સીનીયર ટાઉન પ્લાનર અધિકારી ઘ્વારા વોકળો નહીં હોવાનું કાગળ ઉપર પ્રસ્થાપિત કરી ગેરકાયદેસર પ્લોટ વેલીડેશન કરી અને પ્લોટને વેલીડ કરાવી અને બાંધકામ મંજુરી આપ્યાનું પ્રકાશમાં આવતા જાગૃત નાગરિક દ્વારા તાત્કાલીક અસરથી કાયદેસરના પગલા ભરવા માંગ કરવામાં આવતા બિલ્ડર લોબીમાં તેમજ અધિકારી વર્તુળમાં ચર્ચાનો માહોલ ઉભો થવા પામ્યો છે.આ સંદર્ભ વિસ્તૃત અહેવાલ અનુસાર જાગૃત નાગરિક દરજ્જે જૂનાગઢના સાગર મકવાણાએ મહાનગરપાલિકા ના સીનીયરટાઉન પ્લાનરઅધિકારી દિનેશ રાઠોડ તથા ચીફ સર્વેયર ભરત ડોડીયા દ્વારા ઉપરોક્ત જણાવેલ હરીઓમ નગરમાં રીવર એકટનો ભંગ કરીને વોકળો હોવા છતાં બીલ્ડરને માપણી કરી મંજૂરી આપી હોવાના સણસણતા અક્ષેપો કરી કમિશનર ને ફરિયાદ કરી આ આપેલ મંજૂરી રદ્દ કરવા બાંધકામને અટકાવવા માંગ કરી છે તેમજ આ તમામ બાબતો મુખ્યમંત્રી અને શહેરી વિકાસ વિભાગ સુધી પહોંચતી કરી છે.તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે જૂનાગઢ મહાનગરપાલીકા વિસ્તારમાં આવેલ ઝાંઝરડા રોડ પરના હરીઓમ નગર, વિસ્તારમાં એક બીલ્ડર ઘ્વારા હરીઓમ નગરમાં આવેલ વોકળાને ઢાંકી અને બહુમાળી ભવન ઉભું કરવા માટે મહાનગરપાલીકાના અધિકારીઓ સાથે મીલીભગત કરી અને હરીઓમ નગર ઝાંઝરડા રોડ ઉપર આવેલ વોકળો હોવા છતાં બીલ્ડરને મહાનગરપાલીકા તરફથી સીનીયર ટાઉન પ્લાનર અધિકારી ધ્વારા વોકળો નહીં હોવાનું પ્રસ્થાપિત કરી ગેરકાયદેસર પ્લોટ વેલીડેશન કરી અને પ્લોટને વેલીડ કરાવી અને બાંધકામ મંજુરી આપ્યાનું સ્પષ્ટ જણાતું હોય તાત્કાલીક અસરથી કાયદેસર ના પગલા ભરવા હુકમ કરવા પોતાની રજૂઆતમાં માંગ કરી છે. તેમણે પોતાની રજૂઆતમાં વિશેષમાં ઉમેર્યું હતું કે ભારતની સંસદ ધ્વારા રીવર એકટ પસાર કરવામાંઆવેલ છે તે મુજબ ભવિષ્યમાં કે વર્તમાનમાં મોટી ખાનાખરાબી ન થાય તે માટે વોંકળાઓ અને નદીઓ ઢાંકી અને બાંધકામ કરવું તે ભવિષ્યમાં જાનહાનીનો મોટો વિષય બને તેવા સંજોગો જણાતા ભારતની સંસદે રીવરએકટ પસાર કરી વોંકળાઓ ન ઢાંકવા દરેક મહાનગરપાલીકાઓને ગાઈડ લાઈન આપેલ છે છતાં પણ, જોષીમઠની જેમ જુનાગઢમાં પણ ઝાંઝરડા વિસ્તાર તથા ટીંબાવાડી વિસ્તારની અંદર તથા કાળવામાં પણ વોંકળાઓ ઢાંકી અને ગેરકાયદેસર બાંધકામો થયેલ છે. જેનું પુનરાવર્તન ન થાય તે માટે એક જાગૃત નાગરીક તરીકે તેમણે તાત્કાલીક અસરથી પ્રમાણીક અધિકારી ધ્વારા હરીઓમનગર વિસ્તાર તથા હરીઓમ નગરની પાછળ તમામ બાંધકામ મંજુરીઓ ચેક કરી અને હરીઓમનગર વિસ્તારમાં આવેલ વોંકળો ઢંકાય નહીં તે અંગેની તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ કરી છે. આ ઉપરાંત આ બાબતે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા સાગર મકવાણાએ પોતાની રજૂઆતમાં ઉમેર્યું હતું કે મહાનગરપાલિકાના અધિકારી દિનેશ રાઠોડ તથા ભરત ડોડીયા ધ્વારા જે પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. તેના પુરાવાઓ(વિડીયો, ફોટાઓ) ઉચ્ચ કક્ષાએથી માંગવામાં આવશે ત્યારે સક્ષમ અધિકારી સમક્ષ રજુ કરીશું અને છતાં પણ જો તાત્કાલીક કોઈ તપાસ, કાર્યવાહી,કે આ સંદર્ભે કોઈ પગલા લેવામાં નહીં આવે તો ના છૂટકે તેમને આ વિષય ઉપર ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન કરવાની ફરજ પડશે તેવી જિંદગી પણ તેમણે પોતાની રજૂઆતના અંતે ઉચ્ચારી હતી જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટેલો છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા આ સંદર્ભે ઉગ્ર રજૂઆત કરવામાં આવતા શહેરની બિલ્ડર લોભી તેમજ અધિકારી વર્તુળોમાં ચકચાર સાથે ચર્ચાનો માહોલ ઊભો થવા પામ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!