કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ

તારીખ ૦૭/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ડો.બાબાસાહેબ આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧ના રોજ ભારતના મધ્ય પ્રદેશના મહુ શહેરમાં થયો હતો તેઓ એક સમાજ સુધારક, રાજકીય નેતા જેમણે ભારતમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા દલિત સમુદાયોના ઉત્થાન માટે તેમજ દરેક ના સમાન હક્ક માટે પોતાનું જીવન સમર્પિત કરનાર અને ભારતીય બંધારણના ઘડવૈયા,સમાજમાં ન્યાય, સમાનતાના પ્રણેતા, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનની ગતરોજ શુક્રવારના રોજ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જીને કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા મામલતદાર કચેરી ત્રિરંગા સર્કલ સામે આવેલ ડો.બાબાસાહેબ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર,કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કિરણભાઈ પરમાર,કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઠાકોર, કાલોલ કોંગ્રેસ પરિવારના ગનીભાઈ મન્સૂરી,સૈયદ સખાવતભાઈ, અલ્પેશભાઈ ચૌહાણ, રાકેશભાઈ એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા.






