અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પની શાનદાર જીત
ટ્રમ્પ 47માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બનશે નક્કી થઇ ગયું. ટ્રમ્પે આ જીત સાથે ફરી એકવાર અમેરિકાને ફરી મહાન બનાવવાનું સૂત્ર આપ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ફરી એકવાર રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. અમેરિકન મીડિયા અનુસાર તેમને 277 ઈલેક્ટોરલ વોટ્સ મળ્યા છે. જ્યારે તેમના હરીફ કમલા હેરિસ 224 જ ઈલેક્ટોરલ વોટ્સ જીતી શક્યતા હતા. આ સાથે ટ્રમ્પ 47માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બનશે નક્કી થઇ ગયું. ટ્રમ્પે આ જીત સાથે ફરી એકવાર અમેરિકાને ફરી મહાન બનાવવાનું સૂત્ર આપ્યું હતું.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયાની જાહેરાત અમેરિકન મીડિયા દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે આ જીત સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ નિવેદન જાહેર કરતાં તમામ અમેરિકન્સનો આભાર માન્યો હતો અને કહ્યું કે હું તમારા પરિવાર અને ભવિષ્ય માટે લડીશ. ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે સમર્થકો વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના વિજયી ભાષણમાં તમામ મતદારોનો આભાર માનતાં કહ્યું કે આ ઈતિહાસની સૌથી મહાન રાજકીય ક્ષણ છે. આ મારો વિજય નથી પણ આ દરેક અમેરિકન્સનો વિજય છે.
આ ચૂંટણીમાં ડેમોક્રેટ કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. અમેરિકામાં રાષ્ટ્રપતિ બનવા માટે 270 સીટો જીતવી જરૂરી છે. આટલી સીટ મેળવવા માટે સાત સ્વિંગ સ્ટેટ્સમાં જીતવું જરૂરી છે.
આ સ્વિંગ સ્ટેટ્સમાં પેન્સિલવેનિયા, મિશિગન, વિસ્કોન્સિન, જ્યોર્જિયા, નેવાડા, એરિઝોના અને નોર્થ કેરોલિનાનો સમાવેશ થાય છે. જે 93 સીટ ધરાવે છે. જેમાં ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકે આ સાત સ્વિંગ સ્ટેટ્સમાં જીત હાંસલ કરી છે.
આ જીત બાબતે ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અગાઉ અમે ફક્ત 2-3 સ્વિંગ સ્ટેટ્સમાં જ જીતી શક્યા હતા, પરંતુ આ પ્રથમ વખત છે કે અમારી પાર્ટીએ તમામ સ્વિંગ સ્ટેટ્સમાં જીત મેળવી છે.’




