AHAVADANGGUJARAT

ડાંગમાં સૂર્યમંડળ આધારિત પ્રાકૃતિક ખેતીથી ઓછી જમીનમાં વધુ પાક મેળવવાના સંદર્ભે પ્રોજેક્ટ શરૂ કરાયો..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લો એ વનસ્પતિ સૃષ્ટિ તેમજ પ્રાણી સૃષ્ટિનો સંગમ ધરાવતો એક પ્રદેશ છે.જેથી ગુજરાતનું સ્વિટઝર્લેન્ડ કહેવામાં આવે છે. ડાંગ જિલ્લો એ પ્રવાસન ક્ષેત્રે નભતો પ્રદેશ છે.ડાંગ જિલ્લામાં વન સંપતિ તેમજ હરિયાળીથી છલોછલ ભરેલો વિસ્તાર છે.અહીના આદિવાસીઓ માટે ખેતી એક મહત્વનો આવકનો સ્ત્રોત છે.મોટા ભાગે ડાંગનાં ખેડૂતો અહી ખેતી ઉપર જ નભે છે. ત્યારે ડાંગ જિલ્લાના ખેડૂતો માટે ઓછી જમીનમાં વધુ ઉપજ મેળવી શકવાની એક પદ્ધતિ જેને “સૂર્યમંડળ આધારિત ખેતી” પણ કહેવામાં આવે છે. જે ડાંગ જિલ્લાના લોકો માટે એક આશીર્વાદરૂપ સમાન ભવિષ્યમાં બની શકે છે. ત્યારે ડાંગમાં પેરેડાઈઝ ડાંગ સંસ્થાનાં અને ડાંગ જિલ્લા ઉપર સંશોધન અને અભ્યાસ માટે જાણીતા અમિતભાઇ રાણાએ ચીખલીમાં આવેલ સૂર્યમંડળ આધારિત ખેતીનાં પ્રોજેક્ટની મુલાકાત કરી હતી.પ્રથમ તો સૂર્યમંડળ આધારિત ખેતી એટલે સૂર્ય મંડળ આકારની ખેતી જેની અંદર સૂર્યમંડળ મુજબ વલયો પાડવામાં આવે છે.

ખેડૂતો પોતાની ઓછી જમીન હોય એની અંદર પણ આ ખેતી ખૂબ જ સારી રીતે કરીને ખૂબ જ સારી ઉપજ મેળવી શકે છે જેની અંદર દરેક વલયોમાં અલગ અલગ પ્રકારની શાકભાજીઓ ઉગાડવામાં આવે છે.મુખ્ય કેન્દ્ર પર એક કેળાનું ઝાડ ઝાડ રોપવામાં આવે છે. પ્રથમ વલયમાં દરેક પ્રકારની ભાજીઓ જેમ કે મેથી ભાજી,પાલક ભાજી,ધાણા તેમજ અન્ય દરેક પ્રકારની ભાજીઓ કરવામાં આવે છે.બીજા વલયમાં દરેક પ્રકારની શાકભાજીઓના ભાગો હોય છે જેમાં ભીંડા,કોબીજ,ફ્લાવર અને અન્ય તમામ પ્રકારની શાકભાજીઓ થાય છે.ત્રીજા વલયમાં દરેક પ્રકારની વેલા વાળી શાકભાજી ઉગાડવામાં આવે છે જેમકે દૂધી તુરીયા પાપડી વગેરે,જ્યારે ખેતરની અંદર બહારની જગ્યાએ જે જગ્યા ખાલી હોય ત્યાં ગલગોટા નો ઉછેર કરવામાં આવે છે જેથી ખેતરની બધી જગ્યા યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકાય છે.સૂર્યમંડળ આધારિત ખેતીના ઘણા ફાયદાઓ છે.ખેડૂતો ઓછી જમીનમાં વધુ ઉપજ મેળવી શકે છે.જ્યાં પાણીનું સ્તર નીચું છે એવા વિસ્તારોમાં પણ આ ખેતી કરી શકાય છે કારણ કે આ પ્રકારની ખેતીમાં ૩૦ દિવસમાં માત્ર બે વાર જ પાણી આપવાનો હોય છે.ખેડૂત સમયાઅંતરે અલગ અલગ પાકો લઈને  પોતાની આજીવિકા ની પૂર્તિ કરી શકે છે.ખેતરમાં થનાર દરેક પાકોને યોગ્ય પ્રમાણમાં પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે છે.અમિતભાઈ રાણાએ જણાવ્યું હતું કે સૂર્યમંડળ આધારિત પ્રાકૃતિક ખેતી માટે તેમજ વિસ્તૃત જાણકારી માટે તેમને આ પ્રકારનો પ્રોજેક્ટ ચીખલી ડાંગ ખાતે કિશોરભાઈ જાનુ ભાઇ પટેલ પાસેથી આ ખેતી વિશેની માહિતી પણ મેળવી હતી.જેથી ડાંગ જિલ્લાના કે અન્ય જિલ્લાના ખેડૂતો આ ફાર્મની મુલાકાત લઈને પોતાના ખેત ઉત્પાદન વધારી શકે..

Back to top button
error: Content is protected !!