
શ્રી શેરગઢ કન્યા શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો જેમાં આ શાળામાંથી બદલી થતા અન્ય શાળાએ જતા રસિકભાઈ ભીમાણીનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. શાળાના સિનિયર શિક્ષિકા બહેન ભેટારીયા શીતલબેને આચાર્યનો ચાર્જ સંભાળતા સ્ટાફ દ્વારા તેમને શુભકામનાઓ આપવામાં આવી. તથા કણેરી પ્રાથમિક શાળામાંથી બદલી થતા શ્રી શેરગઢ કન્યાશાળામાં આવેલા ભાષા શિક્ષક જગદીશભાઈ વાડોલીયાનું પણ શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમગ્ર શાળા સ્ટાફને શાળાના મધ્યાહન ભોજન સંચાલક શ્રી જીતુભાઈ તથા બકુલભાઈએ પણ પૂરતો સહયોગ આપ્યો હતો. શ્રી ભીમાણી સાહેબ દ્વારા આ શાળાના પોતાના જુના સંસ્મરણો યાદ કર્યા હતા. કાર્યક્રમમાં શાળા પરિવાર દ્વારા સાહેબને સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી શીતલબેન દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. શાળાને હંમેશા સાહેબની વિદાયથી વડીલ શિક્ષકની ખોટ રહેશે. આજે શાળાના તમામ બાળકો તથા શાળા પરિવારને પાઉભાજીનું ભોજન કરાવવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા બહેન જાનકીબેન કુંભાણી દ્વારા કરવામાં આવ્યું
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




