
તા.૨૧.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના દેલસર ગામમાં ગેસ લાઈનમાં લીકેજ થતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો
દાહોદ તાલુકાના દેલસર ગામ નજીક થી પસાર થઈ રહેલ ગેસ લાઈન માંથી ગેસ લીકેજ થતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો ગેસ લાઈન માંથી ગેસ લીકેજ થતા લોકોમાં ભયનો જોવાં મળ્યો હતો.કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાજ લોકો સાવચેતીના ભાગરૂપે ઘટના સ્થળે થી દૂર દોડી ગયા હતા.દાહોદ તાલુકાના દેલસર ગામ નજીકથી પસાર થઈ રહેલ ગેસ લાઈનમાંથી ગેસ લીકેજ થવાની જાણ ગુજરાત ગેસ કંપની ને થતા ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓ અને ફાયર વિભાની ટિમ ઘટના સ્થળે પહોચિ કામગીરી હાથ ધરી.ગેસ લાઈન માંથી ગેસ લીકેજ બંધ થતા લોકોએ હાસકારો લીધો હતો





