
તા.૨૦.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:લીમડી કન્યા શાળા ખાતે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવી
ઓરલ હેલ્થ ડે નિમિતે આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એપેડેમિક મેડિકલ ઓફિસર અધિક્ષક લીમડી ના માર્ગદર્શન હેઠળ લીમડી કન્યા શાળા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ , નેશનલ ઓરલ હેલ્થ કાર્યક્રમ (NOHP) અને NCD વિભાગના સંયુક્ત ઉપક્રમે આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન દ્વારા થતા નુકસાન અંગે,ઓરલ હેલ્થ અંગે તેમજ ડાયાબિટીસ અને હૃદયરોગ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું.વિદ્યાર્થીઓને સ્લોગન સ્પર્ધા કરાવવામાં આવી જેમાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ તેમજ બાળકોને પ્રોત્સાહન ઇનામ તરીકે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડૉ.નિશા ગર્ગ (દંત સર્જન), ડૉ.ધ્રુવિલ (ફિઝિયોથેરાપિસ્ટ ),NTCP કાઉન્સેલર રાઠોડ શૈલેષ અને NCD કાઉન્સેલર દિનેશ ભાભોર ,ડૉ.અર્પિત(આયુર્વેદ નિષ્ણાંત),શાળાના આચાર્યશ્રી તેમજ તેમનાં શિક્ષકગણ દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો.જિલ્લા તમાકુ નિયંત્રણ એકમ- આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દાહોદ





