MORBI:મોરબીના રાપર નજીક પેપરમિલમાં લાગેલી આગ પર ૮૦ ટકા જેટલો કાબુ મેળવાયો
MORBI:મોરબીના રાપર નજીક પેપરમિલમાં લાગેલી આગ પર ૮૦ ટકા જેટલો કાબુ મેળવાયો
મોરબીના અણીયારી ટોલનાકા નજીક પેપરમિલના ગોડાઉનમાં આગ લાગતા મોરબી, હળવદ સહિતની ફાયરની ટીમો દોડી ગઈ હતી જોકે આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો જે આગ લાગ્યાને અંદાજે ૨૬ કલાક જેટલો સમય વીત્યા બાદ હજુ ૮૦ ટકા જેટલો કાબુ મેળવવામાં સફળતા મળી છે અને ફાયરની ૫ ટીમો હજુ કૂલિંગ સહિતની કામગીરી કરી રહી છે

રવિવારે સાંજે અણીયારી ટોલનાકા પાસે આવેલ લેમીટ પેપરમિલ નામની ફેકટરીમાં આગ લાગી હતી વેસ્ટ પેપરના ગોડાઉનમાં પડેલા પેપરના જથ્થામાં આગ લાગતા મોરબી અને હળવદ ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગ બેકાબુ બની હોવાથી મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો જેથી રાજકોટની પણ 3-4 ટીમો સાંજે દોડી આવી હતી મોરબી, હળવદ, ધ્રાંગધ્રા અને રાજકોટ સહિતની સાત જેટલી ટીમોએ પાણીનો મારો ચલાવ્યો હતો ગોડાઉનમાં વેસ્ટ પેપરનો અંદાજે 12 હજાર ટન જેટલો જથ્થો પડ્યો હતો જોકે આગ લાગ્યાના ૨૬ કલાક વીત્યા બાદ હજુ આગ પર ૮૦ ટકા કાબુ મેળવવામાં સફળતા મળી છે સોમવારે સાંજ સુધીમાં ૮૦ ટકા આગ પર કાબુ મેળવ્યો હતો હજુ ઘટનાસ્થળે મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર અને ગોંડલની ૫ ટીમો કાર્યરત છે ફાયરની ૫ ટીમો હજુ કૂલિંગ સહિતની કામગીરી કરી રહી છે અને સોમવારે રાત્રી સુધીમાં અથવા મંગળવારે સવાર સુધીમાં આગ પર કાબુ મેળવી સકાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે





