ગાયત્રી પરિવાર વડગામ દ્વારા વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

20 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકા મથક નજીક આવેલ ગેલેક્સી વિદ્યાલય લિંબોઈ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પદાધિકારી ચંપકલાલ બારોટ ની પ્રેરક ઉપસ્થિતિમાં ગુરૂવારે ગાયત્રી પરિવાર વડગામ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ માં પ્રાસંગિક ઉદબોધન કરતાં કેમ્પસ ડાયરેકટર કાંનજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સરસ્વતી માતાની ઉપાસના દ્વારા ઋષિઓ ને યાદ કરી ગુરુ ના આશીર્વાદ થી વિદ્યારંભ સંસ્કારથી જ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે અને બાળક માં વિદ્યા મેળવવાની તાલાવેલી જાગે છે. તેઓએ પરમ પુજ્ય ગુરુ દેવ રામશમૉ આચાર્ય ની આધ્યાત્મિક અને વિશ્વ શાંતિ નો સંદેશ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાયૅક્રમ માં અતિથિ વિશેષ ઉપસ્થિત રતુભાઈ ગોળ,ભારત સરકાર રેલ્વે મંત્રાલય ના ડિરેક્ટર બાલકૃષ્ણ જીરાલા, ગાયત્રી ઉપાસક ધનજીભાઈ પરમાર ભરોડ, બાબુભાઈ પરમાર ભરોડ સહિત વાલીઓ અગ્રણીઓએ પ્રાસંગિક વિચારો વ્યક્ત કર્યા હતા.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ




