દ્વારકામાં ભવ્યતા-દિવ્યતા-પરંપરાના સમન્વયનુ બુજડ પરીવારનું આયોજન

માનવજીવનના સોળ સંસ્કારોમાં યજ્ઞોપવિત સંસ્કારનો મનુસ્મૃતિ મુજબ સમાવેશ છે ત્યારે બ્રહમસમાજ પ્રમુખ વિજયભાઇ બુજડ પરીવારનુ સ્નેહ અને સંસ્કૃતિસભર આયોજન
જામનગર (ભરત ભોગાયતા)
પશ્ર્ચિમભારતના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર દ્વારકામાં ભવ્યતા-દિવ્યતા-પરંપરાના સમન્વયનુ અનોખુ આયોજન બુજડ પરીવાર દ્વારા થયુ છે કેમકે
માનવજીવનના સોળ સંસ્કારોમાં યજ્ઞોપવિત સંસ્કારનો મનુસ્મૃતિ મુજબ સમાવેશ છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહમસમાજ પ્રમુખ વિજયભાઇ બુજડ પરીવારે સ્નેહ અને સંસ્કૃતિસભર આયોજન કર્યુ છે.
જેમાં આગામી તારીખ ૨૮ જાન્યુઆરીના બે તરૂણોની જનોઇ ધારણ માટે યજુર્વેદ સમ્મત વૈદીક વિધી યોજાશે. જનોઇ ધારણ કરવાથી દ્વિજ ખરા અર્થમાં દ્વિજ બને છે તેમજ રાજાધીરાજ ભગવાન શ્રી દ્વારકાધીશજીના પરમ સ્થાન શ્રી જગતમંદિર ઉપર નૂતન ધ્વજારોહણ પ્રસંગ સાથે જ છે ઉપરાંત પ્રસિદ્ધ કલાકરોની સંગાથે ગુજરાતની પરંપરા સમાન રાસ-ગરબાનુ ભવ્ય આયોજન છે. તેમજ સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા સુગમ સંગીતના કર્ણપ્રીય સૂર મહેમાનોને આહલાદક આનંદ આપશે.
તેમજ આ સર્વ પ્રસંગોએ સગા,સ્નેહી,મીત્રો વગેરે સહિત સૌ હોંશભેર ભાગ લે તે માટે વિજયભાઇ બુજડે દરેકને આત્મિયતાસભર આમાંત્રણ પાઠવ્યા છે જેમાં તેઓના સ્નેહ અને સંસ્કાર અને સંસ્કૃતિનું દર્શન થાય છે અનુભૂતિ થાય છે.
આ પ્રસંગોએ ઉપસ્થિત રહેવા ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો,હોદેદારો,પદાધીકારીઓ,નેતાઓ,જુદા જુદા ક્ષેત્રના સૌ યુવાઓ,ભાઇઓ , બહેનો ,વડીલો , માતાઓ સહિત સૌ માં અનેરો ઉત્સાહ જોવા મળે છે.







આ પ્રસંગોના આમંત્રણ પાઠવતી—વિગતો આપતી ડીજીટલ કંકોત્રીમાં બેક ગ્રાઉન્ડમાં શ્રી હરી સ્ત્રોતમનું ગાન સકારાત્મક તરંગોનો પ્રસાર કરતા હોવાની અનુભૂતિ સૌ કરી રહ્યા છે.
જય દ્વારકાધીશજી ભગવાન
____________________
રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
B.sc.,L.L.B.,d.n.y.(GAU)
journalism (hindi)
પર્સોનલ મેનેજમેન્ટ (ડો.રાજેન્દ્રપ્રસાદ યુનિ.)
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર
8758659878
bhogayatabharat




