PANCHMAHAL

હાલોલ: ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના જન્મદિવસની ઉજવણી કરાઈ, રકતદાન કેમ્પ સહિત વિવિઘ કાર્યક્રમો યોજાયા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૬.૭.૨૦૨૩

હાલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમારના 59 માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.હાલોલ કંજરી રોડ પર આવેલ ભાજપ કાર્યાલય ખાતે ભાજપા અગ્રણી અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉંમટી પડ્યા હતા.ભાજપ કાર્યાલય ખાતે સવારે 9:00 કલાકે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 77 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. જ્યારે વૃક્ષારોપણ તેમજ બીલીપત્રના રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ હાલોલ રેફરેલ હોસ્પિટલ હાલોલ બસ્ટેન્ડ સામે આવેલ પ્રસૂતિ ગૃહ તેમજ સ્ટેશન રોડ પર આવેલ આંગણવાડી પ્રાથમિક શાળા તેમજ વિવિધ શાળાઓમાં ફ્રુટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જ્યારે રાયનવાડીયા ની પ્રાથમિક શાળા ખાતે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.અને નવાકુવા હાઇસ્કુલ તેમજ ગોપીપુરા ખાતે આશ્રમશાળામાં તિથિ ભોજન તેમજ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકકુમાર દેસાઈની અને જાંબુઘોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જાંબુઘોડા તાલુકાના હવેલી ગામે આવેલ કેજીબીવી શાળા ખાતે અભ્યાસ કરતી તમામ બાળાઓને કપડાં મુકવા માટેના થેલા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પીપિયા પ્રાથમિક શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓને નોટબુક તેમજ બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું.અને તમામ ગામની વિધવા બહેનોને ખાસ મુલાકાત લઈ તેઓને સાડીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કંજરી સ્ટેટ યુવરાજ અને પંચમહાલ સહકારી સંઘના ડિરેક્ટર મયૂરધ્વજસિંહજી પરમાર તેમજ મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!