
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
રસ્તાના હલકા કામ સામે અધિકારીઓની આરસ..!! : ગેડ પાટિયાના રસ્તા પર ફરી ગરનાળુ બેસ્યુ,રસ્તાનું માટીકામ પણ અધ્ધર તાલે,ડામર કામના બીલો પાસ…?
સરકાર દ્વારા રસ્તાના કામો માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા આવે છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવતું હલકી ગુણવતા નું કામ તંત્ર ની પોલ ખુલ્લી મૂકે છે અને અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ની મિલી ભગત થી હવે મસ મોટો ભ્રષ્ટાચાર માર્ગ અને મકાન વિભાગમાં થતો હોવાની ચર્ચાઓ જામી રહી છે.
મેઘરજ તાલુકાના ગેડ પાટિયાથી નવાગામ તેમજ રખાપુર, ઇસરી સુધીના રસ્તાનું કામ એક કરોડ થી વધુ રકમનું કામ મજુર થયેલ અને જે કામ માત્ર બે જ મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે પરંતુ આ રસ્તાનું કામ શરૂઆત થી જ ચર્ચા માં મુકાયેલ છે રસ્તાના કામકાજ સમયે પણ ઘણી વાર સારુ કામ થાય તે માટે રજુઆત કરવામાં આવી હતી અને કામ પૂર્ણ કરવામાં આવ્યું. પરંતુ ચોમાસની પ્રથમ સીઝનમાં જ માત્ર એક જ મહિનામાં બે ગરનાળા બેસી ગયા હતા અને તંત્ર ની પોલ બહાર આવી હતી અને ફરીથી ગરનાળા પર મોટી કપચી નાખી નબળી કામગીરી ને દબાવવા પ્રયત્ન કરેલો પણ પેલી કહેવત છે ને કે સાચું એ સાચું અને ખોટું એ ખોટું ત્યારે ફરીથી કપચી નાખ્યા પછી પણ ગેડ પાટિયા વારુ ગરનાળુ બેસવા લાગ્યું છે.પરંતુ નવાઈ ની વાત એ છે કે નબળું કામ કરનાર સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી. વારંવાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે છતાં એસી ચેમ્બરમાં પવન ખાતા અધિકારીનું પેટનું પાણી પણ હલતુ નથી હલકા કામ સામે શું હવે કોઈ કાર્યવાહી થશે ખરી…? કે પછી અધિકારીઓ દ્વારા જવાબદાર તંત્રનો લૂલો બચાવ કરવામાં આવશે..? જેવા સવાલો ઉભા થયાં છે.વધુમાં આ રસ્તાની બન્યે બાજુઓમાં મોટાભાગે માટી કામ પણ કરેલ નથી જેના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. આ બાબતે પણ વારંવાર કહેવામાં આવ્યું છે છતાં કાન બહેરા હોય તેમ જવાદાર તંત્ર મૌન બેઠું છે માત્ર કામના નામે બીલો તો પાસ નથી થઇ રહ્યાં ને.કુંભકર્ણની નિંદ્રામાંથી તંત્ર જાગે અને સરખું કામ કરે તેમજ રસ્તાની બન્યે બાજુ માટી કામ થાય તેવી માંગ સેવાઈ રહી છે… સરગતો સવાલ ડામર કામનું બિલ પાસ…?





