GUJARATHALOLPANCHMAHAL

હાલોલના ઘાટા ગામે દંપતીએ રાસાયણિક દવા ગટગટાવી સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી,પોલીસે તપાસ હાથ ધરી

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૨.૨૦૨૬

હાલોલ તાલુકાના ઘાટા ગામે રહેતા પતિ પત્નીએ સાથે કોઈ અગમ્ય કારણોસર ખેતર માં છાંટવાની ની જંતુનાશક દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતાં પંથક માં ચકચાર મચી જવા પામી છે.બનાવ ને પગલે નાનકડા ગામે ચર્ચાનો વિષય બન્યો છે.પોલીસે ઘટના સ્થળે પોહચી પ્રાથમિક તપાસ બાદ અકસ્માતનો ગુનો નોંધી હાલોલ સરકારી હોસ્પીટલ ખાતે પેનલ ડોક્ટર દ્વવારા પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.બનાવ ની જાણવા મળેલી માહિતી મુજબ હાલોલ તાલુકાના ઘાટા ગામે રહેતા હિતેશભાઈ ઉદેસિંહ બારીયા ઉ.વ.32 ના લગ્ન આથી અંદાજિત એક વર્ષ પહેલા જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ ગામની જયશ્રીબેન બારીયા ઉ.વ. 22 સાથે તેમની જ્ઞાતિ ના રીવાજ મુજબ થયા હતા દરમ્યાન ગત રોજ સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર આ દંપતીએ સાથે ખેતર માં છાંટવાની ની જંતુનાશક દવા ગટગટાવી લીધી હતી. હિતેશભાઈ દવા પીધા પછી ઘરની બહાર નીકળી ગયો હતો જયારે જયશ્રીબેન ઘરે જ હતા જેથી જયશ્રીબેન ને ઉલ્ટીઓ થતા તેમના પરિવારજનો ને આ બાબત ની જાણ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હાલોલ ના શિવરાજપુર ગામે લઈ જવામાં આવી હતી ત્યાંથી હાલોલ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમને પૂરતી સારવાર મળે તે પહેલા જયશ્રી બેનનું મોત નીપજ્યું હતું. જયારે બીજી તરફ હિતેષભાઇ ની શોધખોળ કરતા તેમના ઘરની પાછળ આવેલ ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો.બનાવ અંગે પાવાગઢ પોલીસ ને થતા ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસ બાદ અકસ્માત નો ગુનો નોંધી હાલોલ સરકારી હોસ્પીટલ ખાતે પેનલ ડોક્ટર દ્વવારા પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.જોકે પતિ પત્નીએ એક સાથે કયા કારણોસર એવું પગલું ભર્યું હશે ? ખરેખર આ બનાવ ની સત્ય હકીકત શું છે તે પોલીસ તપાસ બહાર આવી શકે તેમ છે. જોકે પોલીસ ને પ્રાથમિક તબ્બકે ગૃહ કંકાસ હોવાનું જણાઈ રાહુ છે. સામુહિક આત્મહત્યા ને પગલે ઘાટા ગામે શોકનો માહોલ છવાયો છે.

Back to top button
error: Content is protected !!