GUJARATHALOLPANCHMAHAL

ઘોઘંબા તાલુકામાં મહિલાનું એક વર્ષનું બાળક સાસરીવાળા લઇ જતા હાલોલ 181 અભયમ મદદે પહોંચી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૪.૪.૨૦૨૪

 

ઘોઘંબા તાલુકા નજીકના એક ગામમાં રહેતી મહિલાએ 181 અભયમ પર કૉલ કરી જણાવેલ કે મારું એક વર્ષનું બાળક પતિ લઈને ભાગી ગયા છે સાસરિયા પક્ષ બાળક આપતા નથી.કૉલ આવતા જ 181 અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ અભયમ ટીમે મહિલાનું કાઉન્સિલીંગ કરતા જાણવા મળ્યું કે તેમના સાસરિયા પક્ષમાં બે વહુ છે.જેમાં એક વહુ સાથે ઘરનું બધું કામ કરાવામા આવતું હતું.જેના કારણે ઘરનાં કામોને લઈને ઝઘડા થતા હતા મહિલાએ પતિ ને આ બાબતે જાન કરીહતી.પરંતુ પતિ દ્વારા પણ સહકાર નહિ મળતાં મહિલાએ સાસરીમાં ઝઘડો કરી બાળકને લય પિયરમાં જતાં રહ્યાં હતાં.ત્રણ મહિના બાદ તેના પતિ પિયરમાં આવી ઝઘડો કરી તેનું એક વર્ષનું બાળક લઈને ભાગી ગયેલ ત્યારબાદ મહિલા તેના બાળકને લેવા આવેલ પરંતુ સાસરિયા પક્ષવાળા બાળક આપવાની નાં પાડી દીધી હતી.અને કહેતા કે તું બીજા પુરૂષ સાથે ફરે છે તેવી શંકા કરતા અને મારઝૂડ કરતા હતા તેમજ બાળક નહિ મળે તારાથી થાય તે કરીલે તેવી ધમકી આપતા હતા.જેથી પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની મદદ લીધી હતી.અભયમ ટીમે સાસરી પક્ષ વાળા સાથે વાતચિત કરી સમજાવવામાં આવ્યા હતા.કે મહિલાને સારી રીતે ધરે રાખશો તો એ રહેવા માટે તૈયાર છે નહિ તો બાળક પાછું આપવું પડશે અને એક વર્ષનું બાળક માતા સાથે જ રહી શકે છે બાળક નાનું હોવાથી માતાને વધારે જરુર છે.આ બાબતને સમજાવતા પતિ અને સાસરી પક્ષ જણાવેલ કે અમે વહું ને રાખીશું પણ અમારા સમાજ દ્વારા બંને પક્ષની બેઠક કરીને જ લાવીશું.આ બાબતને ધ્યાને લઈ ને જ્યાં સુધી બેઠક નહિ થાય ત્યાં સુધી મહિલાએ પિયારમ જ રહેશે.તેમાં મહિલાએ પોતાના બાળકની તમામે તમામ જવાબદારી પણ લીધી હતી.આમ 181 અભયમ ટીમે પીડિતાના સાસરિયા પક્ષ વાળાને સમજાવી બાળક્ને તની માતાને સોંપવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!