GUJARATHALOLPANCHMAHAL

હાલોલમાં અઝાન દિવાન અને સામિયા ડેંગીએ રમઝાન માસનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી.

 

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૧૬.૩.૨૦૨૬

 

હાલોલ નગરના રહીમ કોલોની ખાતે રહેતા છ વર્ષીય અઝાન અફસર દિવાન તેમજ પાવાગઢ રોડ પર રહેતી ચાર વર્ષીય સામિયા અબ્દુલકાદિર ડેંગી એ પોતાની જિંદગીનો રમજાન માસનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી.મુસ્લિમ સમુદાયના રમજાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે.મુસ્લિમો પોતાના રબને રાજી કરવા પવિત્ર રમજાન માસ દરમિયાન રોઝા રાખીને ખુદાની બંદગી કરી રહ્યા છે.જ્યારે રમઝાન માસ અંતિમ ચરણમાં છે ત્યારે નાના ભૂલકાઓ પણ કાળજાળ ગરમીમાં રોજા રાખી ખુદાની બંદગી કરી રહ્યા છે. મુસ્લિમ સમુદાયના વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર રમઝાન માસ ખૂબ મહિમા ધરાવતો માસ કહેવાય છે. ત્યારે હાલોલ રહીમ કોલોની ખાતે રહેતા છ વર્ષીય અઝાન અફસર દિવાન તેમજ પાવાગઢ રોડ પર રહેતી ચાર વર્ષીય સામિયા અબ્દુલકાદિર ડેંગી એ પોતાની જિંદગીનો રમઝાન માસનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી.જેમાં પરિવારજનો સહિત સૌ કોઈએ આ નાના ભૂલકાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!