હાલોલ-ઘનસરવાવ ગામે માતાના મોતના વિયોગમાં પુત્રએ કૂવામાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યુ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૭.૨૦૨૪
હાલોલ તાલુકાના ઘનસર વાવ ગામે પત્ની અને બાળકો સાથે રહેતા યુવકે માતાના વિયોગમાં કુવામાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.યુવક ની માતાનું માંદગી ને કારણે દસ દિવસ પહેલા જ મોત નીપજ્યું હતું. યુવકે રાત્રે તેના ઘર નજીક આવેલા કુવા માં કુદી ગયો હતો.સવારે તે ઘરે ન મળતા આજુબાજુના ગામ અને પરિવારજનોમાં તેની શોધખોળ કરવામાં આવી હતી.અને બપોરે તેનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના ઘનસર વાવ ગામે રહેતા પરિણીત ગોપાલભાઈ ગોવિંદભાઈ સોલંકી ની માતા ચંપાબેન સોલંકી નું માંદગી બાદ દસ દિવસ પહેલા જ મોત નીપજ્યું હતું. માતા ચંપાબેન ની ઉત્તરક્રિયાઓ પુરી નથી થઈ ત્યાં માતાના વિયોગ માં ગોપાલે આપઘાત કરી લીધો છે.પત્ની અને બાળકો સાથે રાત્રે સુઈ ગયેલો ગોપાલ સવારે ઘરમાં જોવા ન મળતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ ગોપાલ નો ક્યાંય પતો લાગ્યો ન હતો.બપોરે તેનો મૃતદેહ તેના ઘર નજીક આવેલા એક કૂવામાં પડેલો જોવા મળતા ગામ લોકો એકઠા થઈ ગયા હતા.અને ગોપાલ નો મૃતદેહ કુવા માંથી બહાર કાઢ્યો હતો.બનાવની જાણ સરપંચ ને કરવામાં આવતા સરપંચે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ મૃતક ગોપાલ ની પત્ની પતિ ના આપઘાત અંગે કોઈ જ કાર્યવાહી કરવા ન માંગતા પોલીસ પરત ફરી ગઈ હતી. અને મૃતક ના મૃતદેહ નું પીએમ કરાવ્યા વગર જ તેના અંતિમ સંસ્કાર કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.ગોપાલના મોત નું રહસ્ય તેની સાથે જ કૂવામાં દફન થઈ ગયું છે, તેને આપઘાત કર્યો તો માતાના વિયોગ માં કર્યો કે આર્થિક ભીંસ માં કે પછી અન્ય કોઈ કારણ તે અંગે કોઈજ જાણકારી મળી નથી.