GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- નગર અને તાલૂકામાં શાંતિપુર્ણ માહોલમાં ધોરણ-૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ,ફૂલ આપી મો મીંઠૂ કરાવી વિદ્યાર્થીઓનુ સ્વાગત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૬.૨.૨૦૨૬

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વવારા આજે સમગ્ર રાજ્ય માં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા નો શાંતિપૂર્ણ માહોલમાં આરંભ થયો છે.જે અંતર્ગત હાલોલ ઝોન ખાતે ધોરણ 10 ની આજે સવારે 10.00 કલાકે પરીક્ષા શરુ થવાની હોવાથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સવાર ના 9.00 કલાકે પોતાના પરીક્ષાકેન્દ્ર ઉપર આવી ગયા હતા.આજથી શરુ થયેલ ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો આરંભ થતા વિદ્યાર્થીઓ માં ભારે ઉત્સાહ જોવા માંડ્યો હતો.જયારે આજ થી શરુ થયેલ પરીક્ષાને લઇ નગર ની જુદું જુદી સંસ્થાના તેમજ રાજકીય આગેવાનો વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા કુમકુમ તિલક કરી ગુલાબ નું ફૂલ ચોકલેટ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં હતું.પંચમહાલ જીલ્લા ના હાલોલ ઝોન માં ધોરણ 10 ની પરીક્ષા માટે હાલોલ નગરમાં આવેલ પરીક્ષા કેન્દ્રો ઉપરાંત હાલોલ તાલુકાના રમેશરા, શિવરાજપુર, તરખંડા તેમજ જાંબુઘોડા અને ઘોઘમ્બા ના ત્રણ કેન્દ્રો ખાતે તેમજ ઝોન માં આવતા કાલોલ તેમજ વેજલપુર ના કેન્દ્રો સહીત 37 કેન્દ્ર માં 26 બિલ્ડીંગ માં આજે પરીક્ષા યોજાય હતી જેમાં આજે ગુરુવાર ના રોજ પ્રથમ ભાષા ના કુલ 10873 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતી વિષયમાં કુલ 10304 વિદ્યાર્થીમાં 339 વિદ્યાર્થી ગેરહાજર રહી 9965 વિદ્યાર્થીઓ એ પરીક્ષાઆપી હતી. જયારે અંગ્રેજી વિષય માં 569 વિદ્યાર્થી માંથી ફક્ત એક વિદ્યાર્થી ગેરહાજર રહેતા 568 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સવારે 10.00 કલાકે શરુ થયેલી પરીક્ષા બપોરે 1.00 કલાકે શાંતિ પૂર્ણ માહોલ માં સંપન્ન થતાં એક પણ ગેરરીતિ ( કોપી કેસ ) થઇ ન હોવાનું આધાર ભૂત વર્તુળ દ્વારા જાણવા મળી આવ્યું હતું. જોકે પરીક્ષા પૂર્ણ થતા પરીક્ષા આપી બહાર નીકળતા વિદ્યાર્થીઓ ખુશીના માહોલ માં બહાર આવતા આજનું પેપેર સારું અને સહેલું હોય તેમ જણાઈ રહ્યું છે.જયારે આજે બપોરે 3.00 કલાકે શરુ થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં હાલોલ કેન્દ્ર ખાતે ભૈતિક વિજ્ઞાન ની પરીક્ષામાં ત્રણ બિલ્ડિંગમાં કુલ 672 વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય પ્રવાહ ના અર્થશાસ્ત્ર વિષયમાં કુલ પાંચ બિલ્ડિમગ માં 1294 વિદ્યાર્થીઓ પરીક્ષા અપાશે તેજ તંત્ર દ્વારા જણાવાઈ રહ્યું છે. ધોરણ 10 તેમજ 12 ની પરીક્ષાને ધ્યાનમાં લઇ વહીવટી તંત્ર સુચારુ પરીક્ષા કરાવવા કેન્દ્રો ખાતે વહેલી સવાર થી હરકતમાં આવી ગયું હતું. જયારે વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલ માં આપે તે માટે પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે બંને ધોરણ ની પરીક્ષા આજે પ્રથમ દિવસે શાંતિ પૂર્ણ માહોલમાં સંપ્પન થઇ હતી.

Back to top button
error: Content is protected !!