હાલોલ નગર અને પંથકમાં ભાદરવો ભરપુર,૧૨ ઈંચ વરસાદ થતા જનજીવન ખોરવાયૂં

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૮.૨૦૨૫
હાલોલ માં મેઘરાજાની બીજો રાઉન્ડ માં ધમાકેદાર એન્ટ્રી થતા સાંબેલાધાર વરસાદ વરસતા સવારે છ વાગ્યા થી આઠ વાગ્યા સુધીમાં બે કલાક માં સાત ઈંચ વરસાદ તેમજ બપોર ના ત્રણ વાગ્યા સુધીમાં 12 ઈંચ વરસાદ વરસતા સીઝન નો કુલ 53 ઈંચ વરસાદ નોંધાયો છે.ભારે વરસાદને કારણે બસ સ્ટેન્ડ દ્વારકાધીશ હવેલી, પાવાગઢ રોડ બોમ્બે હાઉસ ટાવર પાસે, કાળીભોંય, વડોદરા રોડ ફાયર સ્ટેશન પાસે નો વિસ્તાર ગોધરા રોડ નાકોડા દર્શન જવાહર નગર કણજરી રોડ ઉમા સોસાયટી દાવડા શેરોન પાર્ક સ્વામિનારાયણ સોસાયટી સહીત આખા નગર માં પાણી માં ગરકાવ થઇ ગયું હોવાને લઇ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર જાતે વરસાદમાં પ્રભાવિત વિસ્તારની સમીક્ષા કરવા નીકળ્યા હતા.અને તાત્કાલિક અસરથી જેતે વિસ્તારમાં વહીવટી તંત્ર ને કામે લગાવી દીધી હતી. ભારે વરસાદ ને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ભરાઈ ગયા હોવાને કારણે હાલોલ ફાયર ની ટીમ તેમજ એનડીઆરએફ ની ટીમ ની પણ મદદ મેળવી પરિસ્થિતિ ને ધ્યાને રાખી આ બન્ને ટીમ ને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.અને હાલમાં તંત્ર દોડતું થઇ ગયું છે.અતિથિ ભારે વરસાદને કારણે નગર જનોનું જીવન ધોરણ ખોરવાઈ ગયું હતું ને લોકોના જીવ તારવે ચોંટી ગયા હતા.તેમાં ખાસ કરીને નીચાણ વાળા વિસ્તારમાં આવેલા ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાઈ જવાના બનાવો બન્યા હતા.જયારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નાના મોટા વાહનો પાણીંમાં ડૂબી જતા ભારે નુકશાન થવા પામ્યું છે, જેને કારણે વહીવટી તંત્ર ની પ્રિમોન્સુમ કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. ખરેખર હાલોલ નગર માં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણી નો યોગ્ય નિકાલ ન હોવાને કારણે નગર ની આ પરિસ્થિતિ નું નિર્માણ થયા હોવાની લોકોમુખે ચર્ચાઈ રહ્યું છે. પાવાગઢ વિસ્તારમાં પડતો વરસાદ નું પાણી હાલોલ માં યમુના કેનાલ દ્વવારા આવે છે જે પાણી હાલોલ તળાવમાં આવે જે નાળા ભરાઈ જવાથી પાણી રોડ ઉપર વહી નગરના વિસ્તારમાં ફરી વડે છે.ભારે વરસાદ ને કારણે વીજળી પણ ગુલ થઇ ગઈ હતી. એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ અંધારપટ ને કારણે લોકો ને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યું હતો. જયારે નગર ના પાવાગઢ રોડ પર આવેલ સિંધવાવ તળાવ ઓવર ફ્લો થયા તે વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.










