GUJARATHALOLPANCHMAHAL

હાલોલ નગર પાલિકામાં સફાઈ કામદારોને કાયમી કરવા માંગ ઉઠી,કામદારોએ આવેદનપત્ર પાઠવ્યું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૧.૨૦૨૬

સામાજિક એકતા જાગૃતિ મિશન ગુજરાત પ્રદેશ મહાસચિવ દ્વવારા આજે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને સફાઈ કામદારોને કાયમી કરવા બાબતે એક લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ જેમાં જનાવાવમાં આવ્યું હતું કે સત્વરે હકારાત્મક નિર્ણય લેવામાં નહિ આવે તો સંગઠન દ્વવારા શ્રમિકોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની તેમજ કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં છે.આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના ઠરાવ, નગર પાલિકા નિયામક કચેરીના પરિપત્ર અને હાલોલ પાલિકા માં માંગવામાં આવેલી આરટીઆઈ ની વિગત અનુસાર હાલોલ નગર પાલિકામાં વર્ષોથી સેવા આપતા સફાઈ કામદારોને કાયમી કરવા ન્યાયિક હીત માટે રજુઆત કરવામાં આવે છે. સરકાર ના 16/8/1994 ના ઐતિહાસિક ઠરાવમાં સફાઈ કામદારો ને કાયમી કરવા અંગે ની સ્પષ્ટ ફરજીયાત જોગવાઈઓ છે આ ઉપરાંત પાલિકા દવારા આરટીઆઈ મુજબ આપવામાં આવેલી વિગત મુજબ પાલિકામાં વર્ગ 4 ની 67 જગ્યા હાલમાં ખાલી છે. પાલિકાનું મહેકમ 34.33 ટકા છે સરકારની 45 ટકા ની મર્યાદાથી ઘણો નીચે છે. આ સિવાય અન્ય કારણો દર્શાવી સફાઈ કામદારોને કાયમી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં સત્વરે હકારાત્મક નિર્ણય લેવામાં નહિ આવે તો સંગઠન દ્વવારા શ્રમિકોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની તેમજ કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારવામા આવી છે. જેને લઇ આ બાબતે નગર માં ચર્ચાનો વિષય બન્યો છે જયારે તંત્ર દ્વવારા આ બાબતે શું પગલાં ભરવામાં આવે તે તરફ સૌની નજર છે.જોકે આ બાબતે પાલિકાના ચીફ ઓફિસરગૌરાંગ પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આવેદનપત્ર આપવામાં આવ્યું છે પરંતુ આના માટે યોગ્ય પ્રિસિઝર કરવામાં આવે છે જગ્યા ખાલી હોય અને ભરતી કરવાની હોય તો પહેલા ઠરાવ કરવામાં આવે તેની દરખાસ્ત મુકવામાં આવે મંજૂરી મેળવવામાં આવે અને જાહેર પ્રસિદ્ધિ કરી યોગ્યતા મુજબ ની નિમણુંક કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!