જામનગરમાં સિંધી સમાજે શહીદને ભાવસભર આપી સ્મૃતિ અંજલી

આજે દેશના અમર શહીદ હેમુ કાલાણી જીનો શહીદી દિન ભારતીય સિંધુ સભા જામનગર દ્વારા સિંધુ સ્કૂલ ખાતે શ્રદ્ધાંજલિ નું આયોજન…
જામનગર (ભરત ભોગાયતા)
ભારત દેશની આઝાદી માટે નાની ઉંમરે પોતાનો જીવ બલિદાન આપનાર શહીદ હેમુ કાલાણી જીને આજે સમગ્ર દેશ શત્-શત્ નમન કરી રહ્યો છે.
સમગ્ર સિંધી સમાજના ગૌરવ અને દેશભક્તિના પ્રતીક એવા હેમુ કાલાણી જીએ અંગ્રેજ શાસન સામે બહાદુરીથી લડત આપી હતી.
માત્ર ૧૯ વર્ષની ઉંમરે તેમણે દેશ માટે ફાંસીની સજા સ્વીકારી અને અમર બની ગયા.
તેમનું બલિદાન આજે પણ યુવાનોને દેશપ્રેમ, સાહસ અને સમર્પણનો માર્ગ બતાવે છે.
આ પવિત્ર અવસરે ભારતીય સિંધુ સભા જામનગર અને સિંધી સમાજ ના યુવા કાર્યકરો અને વડીલો દ્વારા રામેશ્વર નગર કે.પી શાહ વાડી ખાતે સિંધુ સ્કૂલ માં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં વીર શહીદ હેમુ કાલાણીના જીવન, તેમની અડગ દેશભક્તિ તથા અંગ્રેજ સરકાર સામે લડતમાં આપેલા બલિદાન વિશે બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ક્રાંતિકારી શહીદોના અદમ્ય સાહસ અને રાષ્ટ્ર માટેના ત્યાગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેના થકી નવી પેઢીમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનો સંચાર થયો.
આ અવસરે સંસ્થાના અગ્રણીઓ શ્રી ઉધવદાસ ચંદીરામાણી, શ્રી પ્રતાપભાઈ, શ્રી મોતીભાઈ માખેજા, શ્રી રાજુભાઈ કેવલરામાણી તેમજ યુવા સંગઠનના પ્રમુખ શ્રી જગદીશભાઈ દુલાણી, ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ રાજપાલ સેક્રેટરી શ્રી સાગરભાઈ આહુજા, ખજાનચી સુશીલભાઈ ખેતવાની અને સભ્યો પ્રકાશભાઈ ગોકલાણી રાજનભાઈ જસવાણી તેમજ મહિલા સંગઠનના અધ્યક્ષ શ્રીમતી નિકિતાબેન કેવલરામાણી અને શ્રીમતી કલ્પનાબેન તહેલરામણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મળીને વીર શહીદ હેમુ કાલાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભારત દેશ માટે શહીદ હેમુ કાલાણી જીનું બલિદાન ક્યારેય ભૂલાઈ શકે તેમ નથી. અમર શહીદ હેમુ કાલાણી જીને સમગ્ર ભારત અને સિંધી સમાજ દ્વારા શત્-શત્ નમન.
મીડીયા પર્સન શ્યામ ભારાણીએ જણાવ્યુ હતુ કે આ સ્મૃતિ દિવસ ઉજવણી વખતે રૂંવાડા ઉભા કરે તેવા ભાવવાહી દ્રશ્યો જોવા મળ્યા હતો તેમજ ભાવિ પેઢી સમાન બાળકોને આઝાદીની લડતના સંગ્રામની ઝાંખી થઇ હતી
_____________________________
રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
B.sc.,L.L.B.,d.n.y.(GAU)
journalism (hindi)
પર્સોનલ મેનેજમેન્ટ (ડો.રાજેન્દ્રપ્રસાદ યુનિ.)
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર
8758659878
bhogayatabharat



