
તા.૧૬.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકામાં એરપોર્ટ માટે સર્વે કરવાની કામગીરી ચાલુ હોઈ જેની ત્રણ દિવસમાં માહીતી આપવા બાબતે ગ્રામં
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોજે ટાઢાગોળા. શારદા. ગુલતોરા. છાયણ. જેવા ગામોની જમીનમાં એરપોર્ટ માટે સર્વે કરવાની કામગીરી ચાલુ છે.અને ગ્રામ જનો દ્વારા માંગણિ કરવામાં આવી છે.જેમાં હાલ હાલમાં તા.૧૪/૧૫/૧૬/૧૧/૨૦૨૪થી એરપોર્ટ માટે જમીનનુ સર્વે| | ચાલુ કરવામાં આવ્યુ છે.જેના માટે નાયબ કલેકટર ઝાલોદના તા.૩૧/૧૨/૨૦૨૧ ના પત મુજબ ટાઢાગોળા ગામનો રે.સ.નં.૫૯(જુનો. રે.સ.નં.૯૭) હે.આરે.ચો.મી.૪૦૮-૬૪-૦૦ વાળી જંગલ રીઝર્વ ફોરેસ્ટના હેડે ચાલતી જમીનની ઉપરોકત વિષયે હાલમાં ટાઢાગોળા ગામે રહેણાક વિસ્તારમાં સર્વેની સ્થળ સ્થિતિ કરેલ છે.જેના પટાની નકલ આ સાથે સામેલ છે.કામગીરી ચાલુ કરેલ છે જેમાં ચાર ગામના રહીશોએ સખત વિરોધ છે.હાલમાં ચાર ગામોના રહીશો કોરીડોરના અશરગ્રસ્ત ખેડતો છે.સર્વે કરનાર આવેલ ટીમના માણસો ખોટી માહીતી આપે છે.અને કહે છે કે પાણીની પાઈપ લાઈનુ સર્વે છે.બધા ભેગા થઈને પુછવાથી કીધુ છે કે આ એરપોર્ટનુ સર્વે છે.એવુ ગ્રામજનોને જાણવા મળતા ગ્રામ જનો એકઠા થઈ. જિલ્લા ક્લેકટરને ત્રણ દીવસમાં માહીતી આપવા ગ્રામજનો દ્વારા રજુઆત કરવામાં આવી છે




