GUJARATMEHSANA CITY / TALUKOVIJAPUR

અમદાવાદ વટવા સૈયદવાડી ‘ધી મૂન પ્રિ સ્કૂલ’ ના બાળકોએ મુંબઈ રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય લેવલે ગોલ્ડ–સિલ્વર–બ્રોન્ઝ મેડલ મેળવી ઝળક્યા

અમદાવાદ વટવા સૈયદવાડી ‘ધી મૂન પ્રિ સ્કૂલ’ ના બાળકોએ મુંબઈ રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય લેવલે ગોલ્ડ–સિલ્વર–બ્રોન્ઝ મેડલ મેળવી ઝળક્યાવાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
અમદાવાદના વટવા સૈયદવાડી ખાતે આવેલી ‘ધી મૂન પ્રિ સ્કૂલ’ દ્વારા રંગોત્સવ–2025 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. શાળાના નાનુંમણાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની પ્રતિભાનો શાનદાર પ્રદર્શન કર્યું હતું.મુંબઇની સંસ્થા દ્વારા લેવાતી રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં શાળાએ એચીવમેન્ટ એવોર્ડ મેળવનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવી શાળા તથા માતાપિતાનું નામ રોશન કર્યું હતું.આ પ્રસંગે શાળાના વહીવટીગણ, મેનેજમેન્ટ ટ્રસ્ટી જાફર અલી સૈયદ સહિત શિક્ષકમિત્રોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ભવિષ્યમાં અન્ય સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરે તે માટે બાળકોને પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન બાળકોને વિવિધ આશ્વાસન ઈનામોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!