કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલી શ્રી વિનય વિદ્યા મંદિર
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલી શ્રી વિનય વિદ્યા મંદિર

શ્રી વિનય વિદ્યા મંદિર થરામા નિવૃતિ વંદના અને ધો. ૧૦/૧૨ નો શુભેચ્છા સમારોહ યોજાયો.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલી શ્રી વિનય વિદ્યા મંદિર મા આજરોજ તા. ૨૦/૦૨/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ બનાસ બેંકના પૂર્વ ચેરમેન એવમ સંસ્થાના પ્રમુખ અણદાભાઈ આર.પટેલના અધ્યક્ષ સ્થાને સંસ્થાના ઉપ પ્રમુખ કરશનભાઈ પટેલ,મંત્રી માનસુંગભાઈ પટેલ,થરા રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. ભરતભાઈ ચૌધરી, હિંદવાણી પરગણા ચૌધરી સમાજનાદેસાઈ મલાભાઈ,તાણાના પૂર્વ સરપંચ ગીરીશભાઈ પટેલ,બ.કાં.જિલ્લા કબડ્ડી એસોશીએશનના પ્રમુખ એવમ નેકારીયા નવા પ્રા.શાળાના નિવૃત આચાર્ય જીવણભાઈ જોષી,આ શાળાના આચાર્ય હરેશભાઈ ચૌધરી,હરદાસભાઈ ચૌધરી ચાંગા,અનુભા વાઘેલા, ઉમેશભાઈ પ્રજાપતિ,એ.પી. એમ.સી.થરાના સેક્રેટરી હસુભાઈ ચૌધરી,ચૌધરી સમાજ ના આગેવાનોની ઉપસ્થિતિમા શાળાના વરિષ્ઠ શિક્ષક અને પૂર્વ ઈન્ચાર્જ આચાર્ય ઈશ્વરભાઈ પટેલ (બોકા)નો નિવૃતિ સન્માન સમારોહ તેમજ ધો.-૧૦/૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સન્માન સમારોહ યોજાઈ હતો.ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓએ સ્વાગત ગીત જયારે શાળાના આચાર્ય હરેશભાઈ ચૌધરીએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી દરેકને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.ગતવર્ષે શાળામાં અભ્યાસ કરી ધો.- ૧૦/૧૨ મા પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.પ્રમુખ અણદાભાઈ પટેલ સહીત શાળા પરિવારે ઈશ્વરભાઈ ને સન્માનપત્ર આપી શાલ ઓઢાડી શ્રીફળ,સાકર તથા વીંટી પહેરાવી ભવ્ય સન્માન કર્યું હતું.ઈશ્વરભાઈ પટેલે શાળાનું ઋણ ચૂકવવા ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે શ્રી વિનય વિદ્યા મંદિર મા ૫૧,૦૦૦/-હજાર,શાળામાં બિરાજમન શ્રી જોગણી માતાજી ના મંદિરે ૧૧,૦૦૦/- હજાર તથા નાણોટા ખાતે આગામી સમયે લાઈબ્રેરી બનાવવા અગાઉથીજ ૫૧, ૦૦૦/- હજાર રૂપિયાના અનુદાનની જાહેરાત કરી હતી.પ્રાસંગિક પ્રવચન કરતા સંસ્થાના પ્રમુખ અણદાભાઈ પટેલે વિદાય લેતા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આજના ૨૧ મી સદીના ટેકનોલોજીના જમાનામાં પોતાના જીવનમાં ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધીને સમાજ અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખવાની અને નિવૃત્ત થતા શિક્ષક ઈશ્વરભાઈ પટેલને પોતાનું શેષ જીવન સમાજ ઉપયોગી, નિરોગી અને દીર્ઘાયુમય બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. વિદ્વાન શિક્ષણ પ્રેમી અને કોલેજ ના પૂર્વ આચાર્ય ડૉ.હેમરાજભાઈ પટેલે વિધાર્થીઓને શિક્ષણમાં આગળ વધી કુટુંબ અને સમાજ માટે આગળ વધવાની જરૂર અને નિવૃત્ત થતા શિક્ષકને શેષ જીવન સુખમય અને નિરોગી મય નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. નિવૃત્ત લેતા શિક્ષક ઈશ્વરભાઈ બી.પટેલે મંડળ,શાળા પરિવાર અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.આ પ્રસંગે લાલજીભાઈ પૂર્વ આચાર્ય સોની, જીવણભાઈ પટેલ,જગમાલભાઈ પટેલ,રાજાભાઈ પટેલ,રિયાબેન પટેલ,ભારમલભાઈ પટેલ, પરાગભાઈ પટેલ,બ.કાં.જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ ભંવરલાલ ખંડેલવાલ,દિપકભાઈ નલવાળા, રણછોડભાઈ પટેલ, બાબુભાઈ પટેલ,જયંતિભાઈ પટેલ,આર.કે.પટેલ,નાથાભાઈ પટેલ,જયંતીભાઈ સુથાર, નટવરલાલ શેખલિયા, નરેશભાઈ પટેલ,બળવંતભાઈ ચૌધરી, નરેશભાઈ ગૃહપતિ સહીત શાળા નો સમગ્ર સ્ટાફગણ ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ લીંબાચિયાએ આભાર વિધિ એમ.વી.પટેલે કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530







