કડાણા તાલુકામાં ફરી ધૂણીયુ આદિવાસીઓના દાખલા નું ભૂત =અડધા દિવસના જાતે બની બેઠેલા મામલતદાર એ પાડ્યો ખેલ..
અધધ 357 જેટલા અનુસૂચિત જનજાતિના દાખલાઓ આપી દીધા.
મહીસાગર જિલ્લા નાં કડાણા તાલુકામાં કડાણા મામલતદાર નો ચાર્જ નહીં હોવા છતાં પણ નાયબ મામલતદાર પુરવઠા જેજેપંડયા એ કડાણા તાલુકામાં આદિવાસી નાં 357 દાખલાઓ અડધાં દિવસમાં જ ઇસ્યુ કરી દેતાં ચચૉનો વિષય બનેલ.
અમીન કોઠારી મહીસાગર
આ બનાવની જાણ જેતે સમય નાં નાયબ કલેકટર સંતરામપુર ને તથાં તેઓએ તપાસ કરી ને પોતાનો રીપોર્ટ તા.13.8.2023. નાં રોજ ફોજદારી ગુનો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે નો દરખાસ્ત કલેકટર મહીસાગર ને મોકલી આપવામાં આવેલ હતો.
નાયબ કલેકટર નાં રીપોર્ટ આધારે કલેકટર કચેરી દ્વારા ્હાલમા નાયબ મામલતદાર પુરવઠા હાલ સકૅલ ઓફિસર ખાનપુર બાકોર વિરુદ્ધ the Gujarat scheduled castes scheduled tribes and other backward classes. .. regulation of issuance.and verification of castes certificates act 2018 ની કલમ 14(2). હેઠળ ગુનો દાખલ કરવાનો હુકમ તા.26,5,2025નારોજકરવામા આવતાં કડાણા મામલતદાર કચેરી નાં કમૅચારી હષૅદભાઈ સોમાભાઈ પરમારે કડાણા પોલીસ મથકે જેતે સમય નાં નાયબ મામલતદાર પુરવઠા કડાણા ને હાલ સકૅલ ઓફિસર ખાનપુર બાકોર નાં ઓ વિરુદ્ધ ફરીયાદ આપતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો તા.29,5,2025 નાં રોજ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે નાયબ મામલતદાર પુરવઠા જેજેપંડયા પાસે મામલતદાર કડાણા નો ચાર્જ જ હતો નહીં તો પછી જેજે પંડ્યા એ કોનાં ઈશારે ને કોનાં કેહવાથી તા.23,6,23 નાં રોજ એકી સાથે ત્રણસો સત્તાવન આદિવાસી નાં દાખલા એક ઝાટકે ઇસ્યુ કર્યા તેની પણ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી હકીકતો બહાર આવે તેમ છે.
આરોપી જેજે પંડ્યા ને આદિવાસી નાં દાખલા આપવા નો અધિકાર ને સત્તા નહોતી છતાં પંડ્યા એ અધિકારની ઉપરવટ જઈ ને જે આ દાખલા આપેલછે જે હકીકત નાયબ કલેકટર સંતરામપુર ના રીપોર્ટ ની દરખાસ્ત માં હોવા છતાં આ જેજે પંડ્યા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ આદિવાસી નાં દાખલા હજુ સુધી રદ કેમ કરવામાં આવેલ નથી તે પણ એક ચચૉનો ને તપાસ નો વિષય બનેલ છે.
નાયબ કલેકટર સંતરામપુરે 13,8,2023 નાં રોજ ફોજદારી ગુનો દાખલ કરવા ને શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો રીપોર્ટ ને દરખાસ્ત કલેકટર કચેરી મહીસાગર ને મોકલી આપી હોવાં છતાં પણ આ ગંભીર બનાવમાં ત્વરીત કાર્યવાહી કેમ કરાઈ નહીં ને નવ મહિના પછી જેજે પંડ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરવા ના હુકમ કરવામાં આવેલ છે તે મુદ્દો પણ ચચૉ નો ને તપાસ નો વિષય બનેલ છે.
મામલતદાર ની સત્તા ન હોવા છતાં પણ જેતે સમય નાં કડાણા મામલતદાર કચેરી નાં નાયબ મામલતદાર પુરવઠા જેજેપંડયા એ ગેરકાયદેસર રીતે ઇસ્યુ કરેલ આદિવાસી નાં દાખલા માં જેજે પંડ્યા વિરુદ્ધ ગુનો દાખલ થતાં હડકંપ મચ્યો.
સત્તા વગર ઇસ્યુ કરાયેલ 357 દાખલા રદ કરવા તંત્ર શું કાયૅવાહી કરશે ખરી???