BANASKANTHAGUJARATPALANPUR

કાંકરેજ તાલુકાના કાકર ગામે ૯૪ વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોને પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત મળશે પોતાનું આવાસ

17 જાન્યુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા

વન મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત ૯૪ ફુલવાદી પરિવારોને મળશે સન્માનજનક રહેણાંક
છેવાડાના અને વંચિત વર્ગના પરિવારોને પાયાની સુવિધાઓ આપવી સરકારની પ્રાથમિકતા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરનામાં વગરના પરિવારોને સરનામું આપવાનું પવિત્ર કાર્ય આજ રોજ રાજ્યના માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ગામે વિચરતી અને વિમુક્ત જાતિના ૯૪ ફુલવાદી પરિવારો માટે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત ખાતમુહૂર્ત  કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત ૯૪ ફુલવાદી પરિવારોને પોતાનું પાકું અને સુરક્ષિત આવાસ ઉપલબ્ધ બનશે.
આ આવાસ યોજનાનું નિર્માણ રાજ્ય સરકારની પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના તથા VSSM (વિચરતી સમુદાય સમર્થન મંચ)ના સંયુક્ત સહયોગથી કરવામાં આવશે. યોજનાના અમલથી વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોને સ્થિર, સુરક્ષિત અને સન્માનજનક જીવન માટે પાયાની સુવિધાઓ પ્રાપ્ત થશે.
આ પ્રસંગે વન મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, સરકાર છેવાડાના અને વંચિત વર્ગના નાગરિકોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ૯૪ પરિવારોને પોતાની પાકી છત મળવાથી તેમનું જીવન વધુ સુરક્ષિત અને સ્થિર બનશે, જે રાજ્ય સરકારના ‘સુશાસન’ના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.
ઉપરાંત મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હૃદયમાં ફુલવાદી સમાજ વિશેષ સ્થાન ધરાવે છે અને તેમના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સરનામાં વગરના પરિવારોને સરનામું આપવાનું પવિત્ર કાર્ય કરી રહી છે. આ આવાસ માત્ર રહેઠાણ પૂરતું નહીં પરંતુ શિક્ષણ, સન્માનજનક જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થશે. આ સાથે મંત્રીશ્રીએ વ્યસનમુક્ત જીવન અપનાવવાની પણ અપીલ કરી હતી.આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ, VSSM સંસ્થાના ફાઉન્ડર શ્રીમતી મિત્તલબેન, અગ્રણી શ્રી ડાયાભાઈ પીલીયાતર, શ્રી ભારતસિંહ ભટેસરિયા, VSSMના કાર્યકરો, સંબંધિત સરકારી અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!