ભેંસાણ તાલુકા હેલ્થ ઓફિસર શ્રીડો.એમ.એસ.અલી,તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી હિતેન્દ્ર નાગાણી તથા શ્રી ભરતભાઈ પાઘડાર રાણપુર દ્વારા ભેંસાણ ખાતે હીરા ઉદ્યોગમા કામ કરતા તાલુકાના જુદા જુદા ગામોમાથી આવતા તમામ રત્ન કલાકારોને ટી.બી. રોગ વિશે માહિતગાર કરવામા આવ્યા હતા. જેમા ટી.બી.રોગ ના લક્ષણો, સારવાર તથા સહાય વિશે સમજણ આપવામાં આપવામાં આવી હતી. આ ઉપરાંત ઉપર મુજબ ના લક્ષણો કોઇ ને હોય તો વહેલા સર નિદાન કરાવવા કહેવામા આવેલા જેથી આપણે ટી.બી.રોગ નો ફેલાવો થતા અટકાવી શકીએ.વધુમા આ રોગનું નિદાન તથા સારવાર સરકારી હોસ્પિટલ તથા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર પર મફત મળે છે.આ ઉપરાંત બી.પી. અને ડાયાબીટીસ રોગ વિશે માહીતી આપવામાં આવી હતી. જેમા રોગનાં લક્ષણો,સારવાર વિશે જાણકારી આપવામા આવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ