GUJARATHALOLPANCHMAHAL

હાલોલ – વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ શાળા માં “બેગ લેસ ડે”નું આયોજન કરાયું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૨.૭.૨૦૨૫

ગુજરાત સરકાર દ્વારા ભાર વિના નું ભણતર અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રાથમિક વિભાગ ધો-1 થી 8 ની શાળામાં આજે શનિવારે બાળકો નો માનસિક અને શારીરિક વિકાસ થાય તે અર્થે બેગ-લેસ-ડે નું આયોજન કરવામાં આવ્યું હતુ જે સૂચના અનુલક્ષી ને આજ-રોજ હાલોલ ની ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ શાળા માં “બેગ લેસ ડે”નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળા ના ધો-1 થી 8 ના વિદ્યાર્થીઓ આજે શાળામાં પોતાના પાઠ્ય-પુસ્તક નોટબુક ચોપડા વિના માત્ર નાસ્તા નોં ડબ્બો અને પાણી ની બોટલ સાથે શાળા માં આવ્યા હતા જેમાં આવતા ની સાથે સંગીત શિક્ષક, યોગ શિક્ષક, તેમજ પીટી શિક્ષક દ્વારા બાળકો ને પ્રાર્થના તેમજ ધ્યાન,યોગ,સાથે વિવિધ શારીરિક શિક્ષણ અને માનસિક શાંતિ મળે તેવી વિવિધ પ્રવુર્તિ યોજવામાં આવી હતી ત્યારબાદ શાળા ના દરેક વિષય શિક્ષકો દ્વારા સહ-અભ્યાસિક પ્રવુર્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાથે ગુજરાત સરકાર દ્વારા “ઉનાળા વેકેશન” દરમિયાન યોજવામાં આવતી યોગ શિબિર-2025 માં જે બાળકો 10 દિવસ ના “સમર કેમ્પ” માં જોડાયા તેમના પ્રમાણપત્ર પંચમહાલ જિલ્લા કોચ જીતેન્દ્રભાઈ પાઠક તેમજ શાળા ના યોગ શિક્ષક બોસ્કીબેન પટેલ સાથે શિક્ષક કૃતિબેન શાહ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા.જ્યારે આજના આ બેગ લેસ ડે દિવસે વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ અને કે.જી વિભાગ અને ધો-1 થી 8 ના સુપરવાઈઝર મિલનકુમાર શાહ બાળકો સાથે રહી વિવિધ મનો-શારીરિક પ્રવુર્તિ હર્ષો-ઉલ્લાસ સાથે માણવા માં આવી હતી.

Back to top button
error: Content is protected !!