
જૂનાગઢ તા. ૧૯, જૂનાગઢ જિલ્લા અને મહિલા બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર કેશોદ) ખાતે ૨૦૧૪ થી કાર્યરત છે. જેમાં અરજદાર બહેનના લગ્નને ૧૩ વર્ષ થયા હતા. પરંતુ સાસરી પક્ષમાં ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસથી કંટાળીને ઘણા સમયથી પિયરમાં હતા. અરજદાર બહેનને સંતાનમાં બે પુત્રીઓ હોય અને સાસરી પક્ષ તરફથી પુત્ર માંગણી હોય જેમના લીધે ઘરમાં અવારનવાર નાના-મોટા ઝઘડા થતા અને અપશબ્દો બોલાતા હતા સાથે અરજદાર બહેનનું સ્ત્રીધન પણ સાસરી પક્ષ તરફથી લઈ લીધેલ હોય જેવા માનસિક ત્રાસ અંગે બંને પક્ષને બોલાવીને સમજાવવામાં આવ્યા હતા. જેમાં બંને પક્ષને બોલાવી વ્યક્તિગત તેમજ જૂથ મીટીંગ કરી બંને પક્ષને સમજાવવામાં આવ્યા હતા. સાથે સ્ત્રીધન આપવા સાથે બહેનની ઈચ્છા મુજબ તેમના પતિ અરજદાર બહેનને પોતાના ઘરે તેડી ગયેલ હતા. આ તકે તેમનું દાંપત્ય જીવન સુખમય રહે તેના માટે પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર મહિલા કાઉન્સિલર મહિડા એસ.આર. અને ગોંડલીયા જે.એસ. તથા સી.ટીમ કેશોદના પરમાર શીતલબેન દ્વારા સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતુ.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





