વિજાપુર તાલુકાના ખેલમહાકુંભમાં બહેનોની રણાસણ હાઈસ્કૂલની ટીમ ચેમ્પિયન બની ભાઈઓ ની ટીમે ત્રીજો ક્રમાંક ઓપન વિભાગ મા બીજો ક્રમાંક મેળવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા વ્યાયામ મંડળ આયોજિત ખેલમહાકુંભ યોજાયો હતો જેમાં ખો ખો સ્પર્ધા પટેલ આર કે હાઈસ્કૂલ રણાસણ ખાતે યોજાયો હતો. જેમાં તાલુકાની શાળાઓની ટીમો ભાગ લીધો હતો.આ ખેલ મહાકુંભ મા ખોખો ની રમત સ્પર્ધા યોજાઇ હતી જેમાં તાલુકાની ભાઈઓ અને બહેનોની કુલ ૩૭ ટીમોએ સ્પર્ધામા ભાગ લીધો હતો.આ સ્પર્ધા મા U 14 વિભાગની બહેનોમાં “રણાસણ હાઇસ્કુલ” ચેમ્પિયન બની હતી. તેમજ શાળાની U 17 ભાઈઓની ટીમે ત્રીજો નંબર અને ઓપન વિભાગમાં બીજો નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે તાલુકામાં વિજેતા બનેલા ખેલાડીઓને કુલ રૂ 27000 નુ ઈનામ જાહેર કરવામાં આવ્યું હતુ. આચાર્ય આર જે વિહોલ અને કેળવણી મંડળે ખેલાડીઓ અને ટીમોને તૈયાર કરનાર વ્યાયામ શિક્ષક પંકજભાઈ જે પટેલે ખેલાડીઓ મા ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કર્યા હતા.