ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લા પંચાયત અને SBI વચ્ચે સમજૂતી કરાર કરાયા

આણંદ જિલ્લા પંચાયત અને SBI વચ્ચે સમજૂતી કરાર કરાયા

તાહિર મેમણ -આણંદ – 30/08/2025 – રાજ્ય સરકારના પગાર પેકેજ (SGSP) હેઠળ સુધારેલા લાભોના અમલીકરણ માટે આણંદ જિલ્લા પંચાયત અને SBI વચ્ચે MOU કરવામાં આવ્યા હતા.

 

 

 

જિલ્લા પંચાયત આણંદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુ શ્રી દેવાહુતિ અને વડોદરા ઝોન SBI ના DGM શ્રી સલીમ અહમદ વચ્ચે આજે સ્ટેટ ગવર્મેન્ટ સેલેરી પેકેજ હેઠળ MOU પર હસ્તાક્ષર કર્યા અને તેનું વિનિમય કર્યું હતું.

 

 

 

SBI ના DGM સલીમ અહમદએ કહ્યું હતું કે

 

આ MoU કરવાથી કર્મચારીઓને વ્યક્તિગત અકસ્માત વીમો રૂપિયા ૦૧ કરોડ, હવાઈ અકસ્માત વીમો રૂપિયા ૧.૬ કરોડ, અકસ્માત દરમિયાન કાયમી વિકલાગતા હોય તો રૂપિયા ૦૧ કરોડ, આંશિક વિકલાગતા હોય તો રૂપિયા ૮૦ લાખ તથા RuPay ATM કાર્ડ ઉપર ખાતાના પ્રકાર પ્રમાણે રૂપિયા ૧૦ લાખ તથા વધુનો અકસ્માત વીમો મળવા પાત્ર થશે. આ ઉપરાંત MoU ની શરતો પ્રમાણે બેંક તરફથી ઓફ કોસ્ટ રૂપિયા ૧૦ લાખ નો જીવનવીમો મળવાપાત્ર છે. આ MoU થકી પંચાયત સેવાના સરકારી કર્મચારીઓને કસ્ટમાઇઝ્ડ બેંકિંગ સોલ્યુશન્સ અને સુવિધાનો લાભ મળશે જેમાં કોઈ લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂર નથી દર મહિને ૨૫ ચેકની બુક વિનામૂલ્યે મળશે. આ ઉપરાંત અન્ય ઘણા લાભો મળશે તેમ SBI ના અધિકારીએ જણાવ્યું હતું.

 

 

 

આ સમયે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના વડોદરા અને આણંદના અધિકારીઓ વિક્રમસિંહ ઘરિયા, શ્રીમતી ઝીનત બામ્બુવાલા, શંભુ નારાયણ, રાહુલ શુક્લા અને સન્ની પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!