વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ખેરગામ ખાતે આચાર્ય ડૉ.એસ.એમ.પટેલનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ અંતર્ગત ‘વન્યજીવ’ કાનૂની જાગૃતિ/અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.નવસારીથી આવેલ શૈલેશભાઈ પટેલ(વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી) તેમની પૂરી ટીમનું તેમજ એડવોકેટ બીપીનભાઈ (જીલ્લા કાનૂની સત્તા મંડળ નવસારી) ઉપસ્થિત રહ્યા હતા.શૈલેશભાઈ પટેલ દ્વારા વન્યજીવો અને તેમનું રક્ષણ કરવું તેમજ ભારત દેશમાં ૩૦૦ થી ૪૦૦ પ્રકારની જાતિના સાપ જોવા મળે છે. જેમાં ઝેરી સાપ (નાગ-દ્વિ ચશ્મી, કામળીયો, કાળોતરો (દુનિયાનો સૌથી ઝેરી સાપ) અને ફુરસા) બિનઝેરી સાપમાં (ધામણ, શ્યામશિર, ચાકરણ, ઇંડા ખાઉં સાપ, અજગર) રૂપસુંદરી સાપ વગેરે જેવા સાપોના પોસ્ટર બતાવી તેમજ દરેક સાપની વિસ્તૃત માહિતી આપી તે ઉપરાંત ઝડપી ભાગતો સાપ, પાણીમાં રહેનારા, જમીનમાં રહેનારા, દિવાલ પર ચડનારા સાપ, ધીમી ગતિથી ચાલનારા સાપ અને સાપ કરડે તો શું કરવું જોઈએ ? તેના ઉપાય વગેરેની ઊંડાણપૂર્વક માહિતી આપી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા અને એડવોકેટ બીપીનભાઈ દ્વારા વન્યજીવ’ કાનૂની જાગૃતિ અંતર્ગત વન્યજીવ અધિનિયમ ૧૯૭૨ તેમજ ભારતીય બંધારણમાં અનુચ્છેદ ૪૮ (ક) વન્યજીવનું સંરક્ષણ તેમજ પર્યાવરણનું જતન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. આથી દરેક વ્યક્તિને કાયદાની જાણકારી હોવી જરૂરી છે અને વન્યજીવથી થતું નુકશાનથી મળતું વળતર તેમજ સમાજમાં રહેલી અંધશ્રધાઓ, ખોટી માન્યતાઓ અને વન્યજીવ અંતર્ગત વિવિધ કાયદાઓથી વિદ્યાર્થીઓને વિસ્તારપૂર્વક માહિતગાર કર્યા હતા.તે ઉપરાંત જો કોઈપણ વ્યક્તિ વન્યજીવને નુકશાન કરે તો ૩ થી ૭ વર્ષની સજાની જોગવાય નક્કી કરવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.યોગેશ એન.ટંડેલ અને આભારવિધિ ડો.બીપીન પટેલ દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.