મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમ વાયરસ નો શંકાસ્પદ લક્ષણ વાળો કેસ . એક બાળકીનું મૃત્યુ થયું
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાબડીયા ગામે પાંચ વર્ષની બાળકીમાં ચાંદીપુરમના શંકા પદ લક્ષણો જોવા મળ્યા.

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર
તા.૧૬/૭/૨૪
મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણ વાળો કેસ આવ્યો .
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જુના રાબડીયા ગામે પાંચ વર્ષની બાળકીમાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા..
ચાંદીપુરમ નો આ રોગ સામાન્યતઃ વરસાદી ઋતુમાં જોવા મળતો રોગ હોવાનું અનુમાન સાંભળવા મળી રહ્યું છે આ રોગ વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ ફ્લાઇના (રેત માંખ) ના કરડવાથી થાય છે અને તે પણ ખાસ કરીને નવ મહિનાથી 14 વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળતો રોગ છે આવા બાળ દર્દીઓમાં હાઈ ગ્રેડ તાવ, ઉલટી, જાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાવતા હોવાનું ચર્ચા તું સાંભળવા મળી રહ્યું છે…
ત્યારે આ ચાંદીપુરમ રોગ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળતો રોગ છે . ચાંદીપુરમ ના રોગનો કેસ વર્ષ 1965 માં પ્રથમ કેસ નોંધાયો હતો …
રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરમના અંદાજી બાર જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા હોય એવું સાંભળવા મળી રહ્યું છે.
ચાંદીપુરમ વાયરસ નો શંકાસ્પદ લક્ષણો જણાવતો કેસ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જુના રાબડીયા ગામમાં જોવા મળ્યો છે જેમાં પાંચ વર્ષની બાળકીમાં ચાંદીપુરમ ના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા ત્યારે આ પાંચ વર્ષની બાળકીને સારવાર અર્થે અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જો સારવાર દરમિયાન પાંચ વર્ષની બાળકીનું મોત નીપજવા પામી હતું.
ત્યારે ઘોડા છૂટી ગયા બાદ તબેલાની તાળા મારવા જેવો ઘાટ દેખાઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે જેમાં અલગ અલગ ટીમો બનાવીને આરોગ્ય વિભાગ દ્વારા જુના રાબડીયા ગામે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
ત્યારે ચાંદીપુરમ ના શંકાસ્પદ લક્ષણો મહીસાગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતા આરોગ્ય તંત્ર પણ હરકતમાં મુકાઈ જવા પામ્યું છે ..
ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સઘન સર્વિલન્સ ની કામગીરી હાથ ધરે અને અસરગ્રસ્ત વિસ્તારમાં આવેલા ઘરોમાં વ્યક્તિઓનું સ્ક્રિનિંગ કરવામાં આવી અને સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે ઘરોની અંદર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી તેવી લોકમાંગણી ઊભી થવા પામી છે.





