દિયોદર તાલુકાના મકડાલા ગામે માતાજીની રમેલમાં ભુવાજીએ વ્યસન મુક્તિની અપીલ કરી

દિયોદર તાલુકાના મકડાલા ગામે માતાજીની રમેલમાં ભુવાજીએ વ્યસન મુક્તિની અપીલ કરી
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
ભુવાજીએ ધુણતા ધુણતા વ્યસન મુક્ત બની બાળકોને શિક્ષણ તરફ આગળ લઈ જવા હાકલ કરી
દિયોદર તાલુકાના મકડાલા ગામે મેલડી માતાજીના મંદિરે ચૈત્ર મહિનાની આઠમે માતાજી ની ભવ્ય રમેલ નું આયોજન કરાયું હતું વાઘેલા પરિવાર દ્વારા આ રમેલ યોજાઈ હતી જેમાં મંદિર ના ભુવાજીએ ધુણતા ધુણતા વ્યસન મુક્તિ માટે અપીલ કરી અન્ય ભુવાજીઓ ને એક સંદેશો આપ્યો હતો ગામના યુવાનો અને આગેવાનોના સહકારથી યોજાયેલ આ મેલડી માતાજીની રમેલ માં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો અને ગ્રામજનોને તમાકુ, દારૂ અને અન્ય વ્યસનોથી દૂર રહી સ્વસ્થ અને સારા જીવન તરફ આગળ વધવા પ્રેરિત કરવાનો હતો.
રમેલ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા વ્યસનના નુકસાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. મેલડી માતાજીના આશીર્વાદ સાથે ગ્રામજનોએ વ્યસન મુક્ત ગામ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક માહોલમાં યોજાયો હતો અને અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.





