WAKANER:વાંકાનેરના તીથવા ગામે દારૂડિયાઓની રજાડ થી ગામજનો દ્વારા રેલી કાઢી રજૂઆત કરાઈ

WAKANER:વાંકાનેરના તીથવા ગામે દારૂડિયાઓની રજાડ થી ગામજનો દ્વારા રેલી કાઢી રજૂઆત કરાઈ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા સરપંચ – મંત્રી “હાય હાય” ના નારા: પોલીસ ચોકી ખાલી! પોલીસની નિષ્ક્રિયતા મા રોષ: આવેદન છતાં કાર્યવાહી નહી..
વાંકાનેર ના તીથવા ગામે દેશી દારૂ ના વેચાણ અને બીટ જમાદાર ની ગેરહાજરી મામલે ગામજનો દ્વારા રેલી કાઢી પોલીસને રજૂઆત કરવામાં આવી હતી
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના દુષણ ને અટકાવવા પોલીસ નિષ્ફળ રહી હોય તેવું મોટાભાગના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાતના મોટાભાગના પોલીસ મથકોમાં પોલીસ દ્વારા પકડતા દારૂ થી લોકો અને તંત્ર પરિચિત છે ત્યારે ગુજરાતના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ અંગે દંડ પ્રક્રિયા સરપંચો દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તીથવા ગામે દારૂના દુષણ અંગે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન સાથે રેલી યોજવામાં આવી હતી જેમાં વિરોધ પ્રદર્શન કરતા ગામના લોકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિરોધ કર્યો હતો તેમજ તીથવા ગામ ખાતે આઉટ પોસ્ટ પોલીસ ચોકી હોવા છતાં બીટ જમાદાર હાજર રહેતા નથી અને દારૂનું દુષણ અટકતું નથી જેથી આજરોજ ગામજનો દ્વારા રેલી કાઢી દારૂ ના દુષણ ને બંધ કરવા માટે પોલીસને રજૂઆત કરી હતી







