ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજમાં લાયબ્રેરી જતી યુવતી સાથે છેડતી અને મારામારી, આરોપી સામે એટ્રોસિટી સહિત ગુનો નોંધાયો

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં લાયબ્રેરી જતી યુવતી સાથે છેડતી અને મારામારી, આરોપી સામે એટ્રોસિટી સહિત ગુનો નોંધાયો

મેઘરજ નગરમાં સરકારી લાયબ્રેરીમાં અભ્યાસ કરવા જતી યુવતી સાથે છેડતી અને મારામારીના બનાવમાં યુવતીએ મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી સામે છેડતી તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ, આશરે એક વર્ષ પહેલાં યુવતી મેઘરજ ખાતે આવેલી લાયબ્રેરીમાં વાંચવા જતી હતી. તે દરમિયાન પાલ્લા (સતીપુર) ગામનો કિરણભાઇ જયંતિભાઇ રાઠોડ પણ લાયબ્રેરીમાં આવતો હતો. યુવતી અનુસૂચિત જનજાતિની હોવાનું જાણતા હોવા છતાં આરોપીએ કોઈ રીતે યુવતીનો મોબાઇલ નંબર મેળવી વારંવાર ફોન કરીને વાતચીત કરવા દબાણ કરતો હતો. યુવતીએ નંબર બ્લોક કર્યા બાદ પણ અલગ-અલગ નંબરથી ફોન કરીને પીછો કરી હેરાન કરતો હતો. આ કારણે યુવતીએ જૂન ૨૦૨૫ પછી લાયબ્રેરી જવાનું બંધ કરી દીધું હતું.એક માસ પહેલાં યુવતીના પિતાએ પરીક્ષાની તૈયારી માટે મેઘરજમાં ભાડે રૂમ લઇ આપ્યો હતો, જ્યાં યુવતી તેની બે બહેનો સાથે રહે છે. છેલ્લા પાંચ દિવસથી ત્રણેય બહેનો મેઘરજ જૂના બજાર રોડ ઉપર આવેલી સરકારી લાયબ્રેરીમાં અભ્યાસ માટે જતી હતી.ગત તા.૧૮/૧૨/૨૦૨૫ના રોજ બપોરે આરોપી લાયબ્રેરીમાં આવી યુવતી સાથે અયોગ્ય વાતચીત કરવા લાગ્યો હતો. આજે સવારના સમયે બસ ડેપો પાસેથી ઘરે જતા માર્ગમાં આરોપીએ ફરી યુવતીને અટકાવી અભદ્ર વર્તન કર્યું હતું. ત્યારબાદ જૂના બજાર રોડ પર ગ્રામ પંચાયત પાસે આરોપીએ યુવતીને થપ્પડ મારી, લાફાલાફી કરી અને બીભત્સ ગાળો બોલી હતી.બનાવ બાદ યુવતીએ તાત્કાલિક ૧૧૨ પર ફોન કરીને પોલીસ મદદ માગી અને પિતાને જાણ કરી. બાદમાં યુવતીએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં આરોપી. કિરણભાઇ જયંતિભાઇ રાઠોડ રહે.પાલ્લા (સતીપુર), તા.મેઘરજ, જી.અરવલ્લી નાઓ વિરૂધ્ધમાં ફરીયાદ નોધાવતાં પોલીસે છેડતી તેમજ એક્રોસીટી મુજબ ગુનો નોધી આરોપીને જડપી પાડવા કવાયત હાથ ધરીછે

 

Back to top button
error: Content is protected !!