
અરવલ્લી
મેઘરજ નગરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા યુવકને તેમજ ઈસમને ભર બજારમાં માર મારવાનો વિડીયો વાયરલ થયો
મેઘરજ નગરમાં લુખ્ખા તત્વો બે ખૌફ આતંક મચાવી રહ્યાછે ભર બજારમાં એક યુવકને બે રહેમી થી માર મારતાં વિડીયો વાયરલ થયોછે ત્યારે કાયદો અને વ્યવસ્થા લીરેલીરા ઉડી રહ્યા છે મેઘરજ નગરમાં ગ્રીનપાર્ક ચોકડી થી લઇને માલપુર રોડ હેલીપેડ સુધી કેટલાક અસામાજીક તત્વો બાઇકનો રેસ લગાવી આવતા જતા રાહદારીયોને હેરાન પરેશાન કરી રહ્યાછે તો બીજી બાજુ મેઘરજ ખાતે ભર બજારે ગોલ્ડન પ્લાજા તેમજ જાહેર વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા એક ઈસમને ઢોર માર મારતો વિડીયો સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ થયો છે ત્યારે સ્થાનીકોની માંગછે કે પોલીસ આવા તત્વોને જડપી પાડી સબક શીખવાડે તેવી માંગ ઉઠી છે. લુખ્ખા તત્વો માર મારીને વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે જાણે કે પોલીસનો કોઈ ડર જ ના હોય ત્યારે કાયદા અને વ્યવસ્થાની લથડતી હાલત મેઘરજ શહેર ની અંદર જોવા મળી છે. પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરી માર મારનારા તત્વોનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલા વીડિયોની પૃષ્ટિ વાત્સલ્યમ સમાચાર કરતું નથી




