ANANDGUJARATUMRETH

ખેડા તાંબાના કનેરા ખાતે એસ.એમ.સી એ ૮૦૦ પેટી વિદેશી દારૂ ઝડપ્યો:સ્થાનિક પોલીસ તંત્ર કુંભકર્ણની ઊંઘમાં.?

પ્રતિનિધિ:ખેડા
તસ્વીર:કુંજન પાટણવાડીયા

ખેડા ટાઉન પોલીસ તાબાના કનેરા ખાતે આવેલ બંધ ગોડાઉનમાં ટેન્સપોર્ટની આડમાં દારૂનું કટીંગ ચાલતું હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલ ને માહિતી મળી હતી.બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કનેરા ના બંધ ગોડાઉનમાં દરોડો પાડતા લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો.મળતી માહિતી મુજબ કનેરા ના બંધ ગોડાઉનમાં અંદાજે ૮૦૦ પેટીથી વધુ દારૂ ઝડપ્યો.સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બૂટલેગરો આઇશર,બોલેરો પિકઅપ અને છોટાહાથી ટેમ્પો મારફતે દારૂ સપ્લાય કરે તે પહેલા જ ૯ આરોપીઓને ઝડપી પાડ્યા.તમામ ઉપયોગમાં લેવાયેલ વાહનો તેમજ ૮૦૦ પેટી ઉપરાંતનો દારૂ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Back to top button
error: Content is protected !!