
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજ : નવાગામમાં મેઘરજ પોલીસના બે જવાનો પર લાકડી વડે હુમલો – પિતા-પુત્ર ઝગડાનો કન્ટ્રોલમાં ફોન આવતા કર્મીઓ પહોંચ્યા હતા , ઇસરી પોલીસ સ્ટેશન ખાતે 3 સામે નોંધાઈ ફરિયાદ
મેઘરજના નવાગામ(ક) ગામે કન્ટ્રોલ રૂમમાં એક ઈસમે ફોન કરીને મદદ માગી હતી જે પગલે મેઘરજ પોલીસ વાહન સાથે નવાગામ ગામે પહોંચી હતી. પોલીસ વાહન રોડ પર ઉભું રાખી પોલીસ કર્મચારી અને જીઆરડી જવાન બંને કોલ કરનાર ના ઘરે જવા નિકળ્યા હતા જ્યાં રસ્તામાં પસાર થતાં અચાનક ત્રણ શખ્સોએ દોડી આવીને કહેવા લાગેલા કે અમારા ઘર પાસેથી કેમ નિકળો છો કહીને પોલીસ જવાનો પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં બે જવાનને હાથના પંજા પર તેમજ પીઠ પાછળ લાકડીઓ મારતા ઈજા પહોંચી હતી હતી અને આરોપીઓ એ ગંદી બિભસ્ત ગારો બોલી હતી અને કર્મીઓ ત્યાંથી દોડી રસ્તા પર આવી સરકારી વાહન પાસે પોહચી જઈ અરવલ્લી જિલ્લા કંટ્રોલ રૂમ પર ફોન કરતા ઘટનાને લઇ ઇસરી પોલીસ સહિત પોલીસ ગામમાં ખડકી દેવામાં આવી હતી. આ મામલે ત્રણ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે
મેઘરજ પોલીસને સાંજે કન્ટ્રોલ રૂમમાં મેસેજ આવ્યો હતો કે, નવા ગામના રમેશભાઈ ધનજીભાઈ મનાતના દિકરા નાનજી મનાત તેના પિતા સાથે ઝગડો કરે છે. જેથી પોલીસની મદદ માગી હતી. મેઘરજ પોલીસના જવાન અને એક જીઆરડી જવાન સરકારી વાહન સાથે નવાગામમાં આવ્યા હતા. રાત્રિના સમયે વાહન રોડ પર મૂકી પોલીસ ગામમાં રમેશ મનાતના ઘરે જઈ, રહ્યાં હતા. તે દરમિયાન ઘરમાંથી ત્રણ શખ્સો આવ્યા હતા તમો કોણ છો, ક્યાં જાવ છો, તેમ પૂછતા બંને પોલીસ તરીકેની ઓળખ આપી હતી છતાં પણ ત્રણ શખ્સો ઉશ્કેરાઈ જઈને પોલીસ અને જીઆરડીને ગાળો બોલીને લાકડી વડે ઢોરમારમાર્યો| હતો. ત્રણ શખ્સોની ચૂંગાલમાંથી પોલીસ કર્મચારીઓ વાહન પાસે દોડી જઈને કન્ટ્રોલ રૂમમાં ઘટનાની જાણ કરી હતી. જેના પગલે ગણતરીના સમયમાં પોલીસ કાફલો નવાગામ ખાતે દોડી આવ્યો હતો. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે ઇસરી પોલીસ સ્ટેશન ખાતે મોહન વાલા આંબલીયા (રહે.નવાગામ, તા, મેઘરજ) અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.




