ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકામાં લિંબચ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભક્તિભાવ અને ઉમંગભેર “લિંબચ શોભાયાત્રા”નું ભવ્ય આયોજન

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં લિંબચ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભક્તિભાવ અને ઉમંગભેર “લિંબચ શોભાયાત્રા”નું ભવ્ય આયોજન

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં લિંબચ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભક્તિભાવ અને ઉમંગભેર “લિંબચ શોભાયાત્રા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં માતાજીના જયઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો અને સમાજના લોકોમાં અદભૂત ઉત્સાહ જોવા મળ્યો હતો.બપોરે 03:00 કલાકે કાસવાડાથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. માતાજીની આકર્ષક રીતે સજાવટ કરાયેલ રથયાત્રા સાથે ભક્તો ઢોલ-નગારા અને હરિધૂન સાથે આગળ વધ્યા હતા. “જય માતાજી” અને “જય લીંબચ”ના ગુંજતા જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. માર્ગમાં આવતાં કાસવાડા ગામ, ઇપલોડા ગામ, કંભરોડા અને શિશોદરા ગામમાં ભક્તોએ માતાજીની ભાવભીની આરતી ઉતારી ભવ્ય સ્વાગત કર્યું હતું. વાસણા સ્થિત જલારામ મંદિરે પણ શ્રદ્ધાળુઓએ આરતી કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

શોભાયાત્રા અંતે મેઘરજ (પહાડિયા) ખાતે સ્થિત લિંબચધામ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ધૂપ-દીવા અને શંખનાદ સાથે સમગ્ર પરિસર ભક્તિમય બની ગયો હતો. ભક્તોએ માતાજીના ચરણોમાં નમન કરી સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સર્વમંગલ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.રાત્રે મહાપ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધાર્મિક એકતાનો સુંદર પરિચય આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી નવસર્જન લિંબચ સમાજ યુવક મંડળ માલપુરિયા, બારા ચોરસિયા વાડા તથા સમસ્ત સમાજના સહયોગથી સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું.અંતે રાત્રે મોડા સુધી ભજન-કીર્તનનો ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો. ભક્તોએ માતાજીના ભજનમાં તલ્લીન થઈ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. ઢોલ-નગારા અને મૃદંગના નાદ સાથે ભક્તિરસ છલકાયો હતો અને સમગ્ર વાતાવરણ શ્રદ્ધા અને ભાવનાથી ઓતપ્રોત બની ગયું હતું.આ ભવ્ય અને ભક્તિમય શોભાયાત્ર

Back to top button
error: Content is protected !!