
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં દુકાનની છતની દીવાલ ધરાશાયી, યુવતીને ઇજા – 108 મારફતે સારવાર અર્થે એ ખસેડાઈ
મેઘરજ નગરના બસ સ્ટેશન નજીક આવેલા બજાર વિસ્તારમાં આજે અચાનક દુકાનની છતની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. બીજા માળે આવેલી એક દુકાનની છતની દીવાલ એકાએક તૂટી પડતાં ત્યાંથી પસાર થતી એક યુવતીને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી

ઘટનાના સમયે બજાર વિસ્તારમાં લોકોની અવરજવર હોવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત યુવતીને ૧૦૮ દ્વારા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.સદનસીબે આ દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી હતી. ઘટનાને પગલે બજાર વિસ્તારમાં થોડીવાર માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિકો દ્વારા જૂની અને જોખમી બનેલી ઇમારતોની તપાસ કરી જરૂરી પગલાં લેવા તંત્રને માંગ કરવામાં આવી રહી છે.




