અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ભિલોડા તાલુકાની આશાપુરા ગેસ એજન્સીમાં ગેરરીતી થતી હોવાના આક્ષેપો સાથે આવેદનપત્ર આપ્યું, ગેસ બોટલના વધુ રૂપિયા લેવાતા હોવાના આક્ષેપ
ભિલોડા તાલુકામાં આવેલ આશાપુરા ગેસ એજન્સી દ્વારા ગેસ બોટલ ભરવા આવતા તમામ ગ્રાહકોને ફરજીયાત ગેસ કનેકશનની પાઈપ લેવા માટે દબાણ કરી ગ્રાહકોને પાઈપ લેશો તો જ ગેસ બોટલ ભરી આપવામાં આવશે
ભિલોડા તાલુકામાં ગરીબ મધ્યમ વર્ગના લોકો ગેસની બોટલ પુરાવવા માટે ગેસ એજન્સી પર જેમ તેમ કરી પહોંચતા હોય છે ત્યારે આવા સમયે ગ્રાહકો જોડે ગેસ ના બોટલના થાય એટલાં જ પૈસા હોય છે તેમજ લોકો બળ-જબરી પૂર્વક ગ્રાહકોને નળી પકડાવી ઉઘાડી લુંટ ચલાવે છે તેવા આક્ષેપો સાથે આવેદન પત્રમાં જણાવ્યું છે કે લોક માહિતી મળતા સ્થળ તપાસ કરતાં નજરે જોવા મળેલ જેનો વિડીઓ રેકોડીંગ લીધેલ છે.ગેસ એજન્સી વિશે વધુ માહિતી લેતા ભિલોડા તાલુકા એજન્સીમાં તપાસ કરતાં એજન્સી પર ગેસ બોટલ મળતી નથી પરંતુ એજન્ટો દ્વારા બાટલા બ્લેકમાં ઉતારવામાં આવે છે અને એજન્સીમાંથી જ કહેવામાં આવે છે કે ત્યાંથી મળી જશે. એ એજન્ટો ગેસ બોટલની ચોપડી હોવા છતાં અજન્ટો એક બોટલ દીઠ વધુ રૂપિયા ગ્રાહકો જોડે પડાવે છે તે માહિતી સાથે.તેમજ એજન્ટો પાસે મળતી બોટલોમાંથી ૧ કિલો- ૨ કિલો ગેસ નિકાળી ને આપવામાં આવે છે તેવા પણ આક્ષેપો થયા છે જે બોટલ નું વજન કરતા ખબર પડે છે સાથે આ લોકો શીલ પેક બોટલ માંથી ગેસ ચોરી કરે છે તો શીલ પેક બોટલનો શું મતલબ..? અને ભિલોડા બજારમાં એજન્સી થી ૫૦૦ મીટર દુર અને આજુ બાજુના વિસ્તારમાં ગેર કાયદેસર એજન્ટો દ્વારા ગોડાઉન ભાડે રાખી બોટલની સપ્લાય કરવામાં આવે છે જ્યાં ગોડાઉન ભાડે રાખેલ છે. તે રેસીડન્સ એરીયા છે તેમજ આજુ બાજુ કરીયાણા ની દુકાનો આવેલી છે. ગોડાઉનમાં ફાયર સેફટી લાયસન્સ આપેલ છે કે કેમ? અહીં આ ગેર કાયદેસર ગોડાઉનમાં બોટલો રાખતા જો વિસ્ફોટ થાય તો મોટી જાન હાની તેમજ નુકશાન થાય તો તેનું જવાબદાર કોણ? તેમજ ભિલોડા તાલુકાના આજુ-બાજુનાં ગામોમાં પણ બોટલો ઉતારી એજન્ટોની મિલી ભગતથી ગ્રાહકો જોડે ચોપડી હોવા છતાં પર બોટલ પર ૨૫૦-થી ૩૦૦ રૂા. કમિશન લેવાય છે આ કમિશન પધ્ધતિ ભિલોડા ખાતે આશાપુરા ગેસ એજન્સી ચાલુ કરી ત્યારથી લેવાય છે.તેવા વિવિધ આક્ષેપો વિસ્તારના પુરવઠા અધિકારી તેમજ એજન્સી, એજન્ટો પર તટસ્થ તપાસ કરી તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવા ની સાથે ભિલોડા કૉંગેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું