GUJARATLIMBADISURENDRANAGAR
લીંબડી ખાતે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાઇ હતી.

તા.17/03/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે હિન્દુ હૃદય સમ્રાટ માનનીય ડો. પ્રવીણભાઈ તોગડીયા સાહેબની અધ્યક્ષતામાં મળેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં એ. એચ. પી. ના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધ્યક્ષ શ્રી બકુલભાઈ ખાખી સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી મનહરભાઈ ચાવડા રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ ખેર, પ્રાંત મંત્રી યોગેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા ઉપાધ્યક્ષ અંકિતભાઈ લકુમ, નવીનભાઈ ભરવાડ દ્વારા વિચાર વિમર્શ કરી રાષ્ટ્રીય બજરંગ દળના લીંબડી તાલુકા ઉપાધ્યક્ષ તરીકે સમલા ગામના ખૂબજ ઉત્સાહી અને સેવા ભાવિ અને ક્ષત્રિય સમાજમાંથી આવતા યશપાલસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી.




