
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાના આનંદપુરા કંપામાં નવરાત્રીમાં અનોખી વેશભૂષા લોક આકર્ષણ કેન્દ્ર બની
મોડાસા તાલુકાના આનંદપુરા કંપામાં વર્ષોથી નવરાત્રી પર્વના સાતમાં નોરતે વેશભુષાનું આયોજન કરવામાં આવે છે જેમાં અબાલ, વૃદ્ધ સૌ કોઈ અલગ-અલગ વેશભૂષામાં તૈયાર થઇ ગરબા રમે છે આનંદપુરા કંપાની વેશભૂષામાં ધાર્મિક,લોક જાગૃતિ, ગ્રામ્ય વિસ્તારની ઝાંખી દેશ ભક્તિ સહીતની વેશભૂષામાં નાના બાળકો, યુવતીઓ, મહિલાઓ અને વૃધ્ધો આકર્ષણ જમાવે છે જેમાં ફૂલ જોગણીમાંની વેશભુષાની લોકોએ સરાહના કરી હતી
જ્યારે સમગ્ર ગુજરાતમાં માતાજીની નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો છે ત્યારે માતાજીનું આજે સાતમું નોરતું છે અને આ નોરતે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આનંદપુરા કંપા માં કચ્છથી આવીને વસેલા કચ્છી પટેલો જે તેમના ત્યાં નવરાત્રી મહોત્સવ ઉજવી રહ્યા હોય છે જેમાં આજરોજ વેશભૂષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમમાં અવનવી ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી જેમાં કોઈ શંકર પાર્વતી અને નંદીના રૂપધર્યા હતા તો કોઈકે મંજુલિકા નું રૂપ બતાવ્યું હતું તો કોઈ વામન અવતાર તો કોઈ કે અંબે માતાનું રૂપ આ રીતે દરેક નાના મોટા ભૂલકાઓ સ્ત્રીઓ દરેકે ભાગ લઈ અલગ અલગ ગ્રુપમાં પોતાની ઝાંખીઓ રજૂ કરી હતી જેમાં નિર્ણાયકો પણ મૂંઝવણમાં પડી જાય કે નંબર કોને આપવો તેવા પરફોર્મ જ કરવામાં આવ્યા હતા તો આજરોજ આ સાતમા નવરાત્રી વેશભૂષા નો કાર્યક્રમ કરી આનંદપૂરા અને લોકોએ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી આ રીતે નવરાત્રીનો પર્વની ધામ ધૂમથી ઉજવણી કરે છે





