
વાત્સલ્યમ સમાચાર
ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં કુડકસ ગામે ભરતભાઈ મહાદુભાઈ રાઉતનાં ખેતરમાં મજૂરો ડાંગરની રોપણી કરી રહ્યા હતા.તે વેળાએ રોપણી કરી રહેલ મજૂરો પર ખેતરમાં આવેલ સાગનું ઝાડ ધરાશયી થઈ પડી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અહી સ્થળ પર મજૂર નામે સુંદરબેન અશોકભાઈનું ગંભીર ઈજાઓનાં પગલે મોત નીપજ્યુ હતુ. જ્યારે નાની મોટી ઈજા પામેલ મજૂરોને તાત્કાલિક સારવારનાં અર્થે વઘઇ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.જ્યારે એક મજૂર નામે અશોકભાઈની હાલત નાજુક જણાતા તેને વધુ સારવારનાં અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.




