GUJARAT

  મોરવા હડફ તાલુકામા 10 જેટલી જાહેર જગ્યા પર ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

મોરવા હડફ,

પંચમહાલ જીલ્લામાં સુરજ જાણે આકાશ માથી અગન ગોળા ફેકી રહ્યો હોય તેવી પરિસ્થીતિનો અહેસાસ થઈ રહ્યો છે.મોરવા હડફ તાલુકામાં શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા પાણીની પરબ શરૂ કરવામા આવી છે. તાલુકામા આવેલા 10 જેટલી જાહેર જગ્યાઓ પર ઠંડા પાણીના કુંજ મુકવામા આવ્યા હતા. ક્ષત્રિય સમાજના સહયોગથી શરુ થયેલી સામાજીક પહેલને બિરદાવામા આવી રહી છે.

ગુજરાતભરમા પાછલા દિવસોથી ગરમીનો પારો વધી રહ્યો છે. ગરમીના કારણે માણસ,પશુપક્ષી પણ પરેશાન છે. ઉનાળાની ગરમીમા પીવાના પાણીની જરુરિયાત પણ વધતી જાય છે. શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા માનવ મૂલ્યો ના જતન એક ઉમદા પ્રયાસ શરુ કરવામા આવ્યો છે. જેમા ઉનાળાની કાળઝાળ ગરમીમા પીવાના પાણીની પરબ શરુ કરવામા આવી છે. પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામાં 10 જગ્યાઓ પર પાણીના કુંજ મુકવાની પહેલા શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા કરવામા આવી છે. જેમા મોરવા હડફ ,છાવડ પાટીયા,મોરવા હડફ ચોકડી, અગરવાડા,ગાજીપુર સહિતની જગ્યાઓ ખાતે ઠંડા પાણીના કુંજ મુકીને પરબો શરુ કરવામા આવી છે. જેથી રસ્તા પણ આવતા જતા લોકો ઉનાળાની ગરમીમાં પાણીથી પોતાની તરસ છીપાવી શકે. સમાજના અગ્રણીઓ દ્વારા યથાયોગ્ય આર્થિક સહયોગ કરીને આ પ્રથમવાર અનોખી પહેલ શરુ કરવામા આવી છે.આગામી સમયમાં 30થી વધુ જગ્યાઓ પર આવી પાણીની પરબો શરુ કરવામા માટેનુ આયોજન કરવામા આવશે તેમ અગ્રણીઓ દ્વારા જણાવામા આવ્યુ હતુ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!